જામનગર શહેરમાં આવેલા સ્વામીનારાયણ નગર મંદિરની બાજુના વાડામાંથી બાઈક ચોરી આચરનાર તસ્કરને પોલીસે ઝડપી લઇ બાઈક કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા સ્વામિનારાયણ નગર મંદિરની બાજુમાં આવેલા વાડામાંથી થયેલી બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સ અંગેની પો.કો. હરદીપ બારડ અને યુવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરબસીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી નંબર પ્લેટ વગરના બાઇક પર પસાર થતા મનસુખ લખમણ કણજારીયા (રહે. જામનગર) નામના શખ્સને આંતરીને પૂછપરછ કરતા રૂા.20 હજારની કિંમતનું બાઈક ચોરાઉ હોવાની કેફીયત આપી હતી. જેના આધારે પોલીસે મનસુખની ધરપકડ કરી બાઈક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.