કલ્યાણપુર પંથકમાં સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના ખીજદડ ગામે રહેતા સંજયસિંહ જશુભા જાડેજા નામના શખ્સ દ્વારા એક આસામીનું ખેતર ભાગમાં રાખી અને અહીં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ મંગાવીને વેચાણ અર્થે રાખવામાં આવ્યો હોવાથી આ સ્થળે પોલીસે દરોડો પાડ્યો હતો.
આ કામગીરી દરમિયાન પોલીસે જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 12 બોટલ તેમજ વ્હિસ્કીના 760 પાઉચ અને વ્હાઈટ લેક વોડકાના 531 સીલ બંધ ચપટા ઉપરાંત રૂપિયા 10,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. આ દરોડામાં કુલ રૂપિયા 98,170 નો મુદ્દામાલ કબજે લઈ પોલીસે સંજયસિંહ જાડેજા (ઉ.વ. 39) અને વિરપાલસિંહ મનુભા જાડેજા (ઉ.વ. 30) નામના બે શખ્સોની અટકાયત કરી, પ્રોહી. એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.