જામનગર શહેરમાં સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં આઠ મહિનાથી નાસતા ફરતા આરોપીને સિટી એ ડીવીઝન પોલીસે મોરકંડા રોડ પરથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઠ માસ પહેલાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અંગેની હેકો મહિપાલસિંહ જાડેજા, દેવાયત કાંબરીયા અને પો.કો. શિવરાજસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે ઈન્ચાર્જ પીઆઈ પી પી ઝા, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, રવિન્દ્રસિંહ પરમાર, મહિપાલસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, મહેન્દ્રભાઈ પરમાર, ખોડુભા જાડેજા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, રવિન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા સહિતના સ્ટાફે મોરકંડા રોડ પર સનસીટી સામે આવેલા રાજ સોસાયટીમાંથી બાબર ઉર્ફે સલીમ હાજી ઈસ્માઇલ ખુરેશી નામના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.