28 માર્ચના રોજ આકાશમાં એક દુલર્ભ ચમત્કાર જોવા મળશે. એક સાથે પાંચ ગ્રહ એક સાથે જોવા મળશે. જેને આખી રાત પૃથ્વી પરથી સરળતાથી જોઇ શકાશે. અવકાશ શાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે બુધ, શુક્ર, મંગળ, ગુરૂ અને યુરેનસ 50 ડિગ્રી સાથે એક નાનકડા વિસ્તારમાં દેખાશે.
28 માર્ચના રોજ સૂર્ય આથમતાની સાથે દૂરબીન સાથે તૈયાર રહેજો આ પાંચ તારા ગૃહોમાં શુક્ર સૌથી વધારે ચમકતો દેખાવાની સંભાવના છે. બુધ અને ગુરૂને ક્ષિતિજ પાસે જોવા મળશે. યુરેનસને સ્પોર્ટ કરવો થોડો કઠીન છે. જ્યારે મંગળ અને ચંદ્ર નજીક જોવા મળશે.
પાંચેય ગૃહોને સીધી રેખામાં જોઇ શકાતા નથી. ચંદ્ર સહિત ચાયના આકારમાં જોઇ શકશે. ખગોળ શાસ્ત્રીઓના કહેવા પ્રમાણે આ ગ્રહોને કોઇ વિશેષ ઉપકરણોના મદદ વગર પણ જોઈ શકાશે. જ્યારે યુરેનસને જોવા માટે દુરબીનની અવશ્ય જરૂર પડશે.
આ ખગોળીય ઘટનાને ગે્રટ પ્લેનેટરી એલાઇમેન્ટના તરીકે ઓળખવામાં આવે છે.