ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર ક્રિકેટના મેદાન પર બેટિંગ અને બોલિંગ કરતા જોવા મળ્યા હતા. 20 માર્ચ 2023ના સોમવારે અમદાવાદના કોબા ખાતે એક ખાનગી સ્ટેડિયમમાં સ્વર્ણિમ ગુજરાત MLD ક્રિકેટ લીગની શરૂઆત કરવામાં આવી હતી. આ MLA લીગની શરૂઆત કરાવતા ભૂપેન્દ્ર પટેલે ક્રિકેટ મેદાન પર બેટિંગ કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે આ અગાઉ પણ અમદાવાદના SGVP ગુરુકુલ ખાતે મુખ્યમંત્રી મેદાન પર ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ધારાસભ્યોની ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. રાજ્યની વિવિધ ટીમો સાથે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 20, 27 અને 28 માર્ચના આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.