જાણો છો કે દુનિયાના સૌથી ખુશ લોકો કયા રહે છે ? અને દુનિયાનો સૌથી ખુશ દેશ કયો છે ? છેલ્લાં ઘણાં વર્ષોથી વર્લ્ડ હેપ્પી ઈંડેકસમાં નંબર વન પર રહેલો દેશ છે ફિનલેન્ડ.
ફિનલેન્ડ એ વિશ્વનો સૌથી વિકસિત દેશ માનો એક છે. આ દેશમાં દરેક નાગરિક નિશ્ર્ચિત છે. અહીંના લોકોને આર્થિક સુરક્ષા, ભથ્થાની સાથે એવા અનેક અધિકારો અને સુવિધાઓ મળી છે કે, જો તેઓ નોકરી ગુમાવશે તો શું એ વિચારવું પડતુ નથી. ત્યાંની સરકાર અકસ્માત, તબિયત નાદુરસ્ત વગેરે જવાબદારી લે છે. અહીંના લોકોની આવક ઘણી છે.
ફિનલેન્ડ એ સૌથી સ્થિર અને સલામત દેશ છે. વર્ષ 2015 માં અહી એક લાખની વસ્તી પર હતયાનો દર માત્ર 1.28 હતો જ્યારે કુલ વસ્તી 55 લાખની છે ત્યાંની પોલીસ અને ઈન્ટરનેટ સુરક્ષા વિશ્ર્વમાં બીજા ક્રમે ગણવામાં આવે છે. કાયદાઓનું ચૂસ્તપણે પાલન થાય છે.
આ દેશમાં પ્રતિ ચોરસ કિલોમીટરમાં લગભગ 18 લોકો રહે છે. જે યુરોપિયન યુનિયનમાં સૌથી ઓછું છે. ત્યાં ખૂબ ઠંડી છે. ત્યાંનું વાતાવરણ ખુશનુમા અને મનમોહક રહે છે. ઉનાળામાં રાત્રિના 12 પછી અંધારપટ્ટ છવાઈ જાય છે. ત્યાં ભ્રષ્ટાચાર પણ સૌથી ઓછો જોવા મળે છે. સમાજ સૌથી વધુ પ્રગતિશીલ છે. અર્થત ખુબ મજબુત છે. આ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે. જ્યાં કોઇ બેઘર નહીં હોય. અહીં લોકો મુકત વાતાવરણમાં રહે છે. પ્રેસને સંપૂર્ણ સ્વતંત્રતા છે. અહીં શુધ્ધ હવા છે અને 1,87,888 તળાવો છે અને મોટા પ્રમાણમાં જંગલછે. અહીંના લોકો તેમના જીવનથી સંતુષ્ટ છે. તેમને રહેવાની જગ્યા વિશે કોઇ ફરિયાદ નથી. શિક્ષણ વ્યવસ્થા પણ ઉતતમ છે. અહીંના લોકો ખૂબ ખુશ છે એટલે દેશ પણ ખુબ ખુશ છે.