Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારકમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોને પાક સલામત સ્થળે ખસેડવા અનુરોધ

કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોને પાક સલામત સ્થળે ખસેડવા અનુરોધ

સાવચેતીના પગલાં લેવા જિલ્લા કલેકટરશ્રી એમ. એ.પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. ત્યારે સાવચેતીના પગલાં લેવા અંગે સભાખંડ, જિલ્લા કલેકટરની કચેરી ખાતે જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.

- Advertisement -

બેઠકમાં જિલ્લા કલેકટર એમ. એ.પંડ્યાએ જણાવ્યું હતું કે, હવામાન ખાતાની આગાહીના પગલે જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આવા સમયે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. લોકોએ બિનજરૂરી બહાર જવાનું ટાળવું, જર્જરિત મકાન કે ઇલેક્ટ્રિક પોલની નજીક ના જવું સહિતની બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ.

કલેકટરએ જણાવ્યું કે, કમોસમી વરસાદથી થતા નુકશાનથી બચવા મટે ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને સલામત સ્થળે ખસેડી લેવા, યાર્ડમાં અનાજો અને ખેત પેદાશોના સુરક્ષિત સ્થળે ખસેડી લેવા અનુરોધ કર્યો છે. આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.આર.પરમાર, અધિક નિવાસી કલેકટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી ખંભાળિયા પાર્થ કોટડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular