અમદાવાદ એરપોર્ટ પર શનિવારે રાતે લેન્ડ થઈ રહેલી ફલાઈટને અજીબ પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો. એટીસી લેન્ડ થઈ રહેલી ફલાઈટોના કેપ્ટને રન વે પર પવનનું દબાણ વધુ છે એવો મેસેજ આપ્યો ત્યાં તો એરપોર્ટના રડારમાં સાત ફલાઈટો આવી ગઈ હતી. તમામ ફલાઈટોને આકાશમાં 10 થી 40 મિનિટ સુધી ચકકર મારવા પડયા હતાં. જ્યારે બે ફલાઈટના ફયુઅલ ઘટતા બીજા શહેરોમાં ડાઈવર્ટ કરાઈ હતી.
ગો-ફર્સ્ટની દિલ્હીથી અમદાવાદ આવતી ફલાઈટ 6:30 કલાકે લેન્ડ ન થતા મુંબઇ ડાઈવર્ટ કરાઈ જ્યારે ઈન્ડીગોની પટનાથી આવતી ફલાઈટને કિલયરન્સ ન મળતા ઈન્દોર ડાઇવર્ટ કરી હતી. ફલાઈટના સમયમાં ફેરફાર થતા એરપોર્ટ પર પેસેન્જરો રાહ જોઇને બેઠા હતાં. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. રનવે કિલઅરન્સ થતા ઈન્ડીગોની ઈન્દોર ડાઈવર્ટ થયેલી ફલાઈટ મોડી રાત્રે 11:30 કલાકે આવી હતી. ઈન્ડીગોની 6 ફલાઈટ જે મુંબઇ, રાંચી, કોલકાતા, બેંગ્લુરૂ, લખનઉ, દિલ્હીની ફલાઈટો 10 થી 15 મિનિટ સુધી ચકર માર્યા હતાં. જ્યારે સિંગાપોર ફલાઈટે 40 મિનિટ સુધી ચકર માર્યા હતાં. આમ અમદાવાદના આકાશમાં ફલાઈટો એ ચકકર માર્યા હતાં.