Saturday, December 6, 2025
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છકચ્છમાં ફરી ધરતી ધ્રુજી

કચ્છમાં ફરી ધરતી ધ્રુજી

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે. વિગતો મુજબ ભચાઉથી 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે. આજે ફરી કચ્છમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. હમણાં થોડા દિવસ પહેલા જ કચ્છમાં આવેલ ભૂકંપથી લોકો ફફડી ઉઠ્યા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે હાલમાં આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુકશાનના કોઈ સમાચાર નથી. હજી ગઈકાલે જ નર્મદા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડીયાથી માત્ર 5 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular