જામનગર શહેરના મયુરનગરમાં પ્રજાપતિની વાડી પાસે રહેતાં વૃદ્ધાના બંધ મકાનમાંથી તસ્કરો તાળા તોડીને સામાન વેર વિખેર કરી પાંચ હજારની રોકડ અને એક ટીવી સહિતનો સામાન ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મયુરનગર વિસ્તારમાં આવેલી પ્રજાપતિની વાડી પાસે ભક્તિનગર 1 માં રહેતાં કાશીબેન ભીખુદાસ દાશાણી નામના વૃદ્ધા તેના સંબંધીના ઘરે ગત તા. 17ના સાંજથી તા.18 ના સવાર સુધી રોકાવા ગયા હતાં તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ મુખ્ય દરવાજાના આગડિયા તોડી મકાનમાં પ્રવેશ કરી સામાન વેર વિખેર કરી નાખ્યો હતો અને કબાટમાંથી રૂા. 5000 ની રોકડ અને પાંચ હજારની કિંમતનું એલસીડી ટીવી તેમજ ચાંદીની લકકી સહિતનો રૂા.10300 ની કિંમતનો સામાન ચોરી કરી ગયા હતાં. બનાવ અંગે વૃધ્ધા દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.