Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયહવે કુદરતી આફતનું મોબાઇલ પર મળશે એલર્ટ

હવે કુદરતી આફતનું મોબાઇલ પર મળશે એલર્ટ

- Advertisement -

ક્લાઇમેટ ચેન્જને લઈને આખી દુનિયા ભયભીત છે. આ દરમિયાન બ્રિટિશ સરકારે જાહેરાત કરી હતી કે તે આગામી મહિનાથી હવામાન સંબંધિત ઘટનાઓ અંગે પબ્લિક વોર્નિંગ સિસ્ટમનું પરીક્ષણ કરશે. એટલે કે આખા બ્રિટનમાં કોઈપણ ઈમરજન્સી કે આપત્તિ આવશે તો મોબાઈલ ફોન યૂઝર્સને સાયરન જેવું એલર્ટ મોકલાશે. આ પરીક્ષણ આગામી 23 એપ્રિલે રવિવારની સાંજે સમગ્ર બ્રિટનમાં કરવામાં આવશે. જેમાં લોકોને તેમના મોબાઈલ ફોન પર એક ટેસ્ટિંગ મેસેજ પણ મળશે. સરકારે કહ્યું કે નવી ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવશે. તે ફક્ત ત્યાં જ મોકલાશે જ્યાં લોકોના જીવને જોખમ હોય. એટલા માટે બની શકે કે લોકોને મહિનાઓ કે વર્ષો સુધી એલર્ટ મળે પણ નહીં. સંભવિત ઘટનાઓની યાદીમાં આતંકી એલર્ટને પણ ઉમેરાઈ શકે છે. તે સમયની સાથે એક નોટિફિકેશનને ટ્રિગર કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular