Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયપાંચ વર્ષમાં ત્રણ લાખ કરોડની જીએસટી ચોરી

પાંચ વર્ષમાં ત્રણ લાખ કરોડની જીએસટી ચોરી

પાંચ વર્ષથી વધુ સમયથી અમલી બનેલા ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી)માં બોગસ બિલીંગ ઉપરાંત જીએસટી ડિફોલ્ટર પણ વધવા લાગ્યા છે જેના કારણે આ ચેઈન- ટેક્ષ સીસ્ટમમાં અન્ય વ્યાપારીઓને પણ મુશ્કેલી પડે છે અને તેથી હવે સરકાર જીએસટી અને ઈન્કમટેક્ષ બન્નેમાં કડી પણ તપાસાશે.

- Advertisement -

જીએસટી વિભાગે બહુ જલ્દી કંપનીઓ તથા પ્રોફેશનના આવકવેરા રીટર્ન અને જીએસટીના ચોરીના આંકડાઓનું એક ફ્રેમવર્ક તૈયાર કરાશે જેના આધારે જીએસટીનો કે આવકવેરા બન્નેનો આધાર વચ્ચે તથા જે તે કંપની યોગ્ય રીતે જીએસટી ભરપાઈ કરે છે કે કેમ તે પણ તપાસી શકાશે. હાલ જીએસટીએ 1.38 કરોડ રજીસ્ટર નંબર ધારક છે. ઉત્પાદકને રૂા.40 લાખથી વધુના ટર્નઓવર અને પ્રોફેશનલને રૂા.20 લાખથી વધુના ટર્નઓવરમાં આ પ્રકારે નોંધણી ફરજીયાત છે.

ખાસ કરીને જેઓને જીએસટી-મુક્તિ મળી નથી પણ માલિક કે ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવા જરૂરી છે. તેઓને જો આ કાનૂનનું પાલન કર્યુ નહી હોય તો તેના પર ખાસ વોચ છે. ખાસ કરીને ફેબ્રુઆરી માસમાં જીએસટી કલેકશન ઘટયુ છે. જાન્યુઆરી માસમાં જે કલેકશન રૂા.1.57 લાખ કરોડ હતું તે ફેબ્રુઆરીમાં ઘટીને 1.49 લાખ કરોડ થયું છે. જયારે જીએસટી ચોરીના 13492 કેસ ફેબ્રુઆરી માસમાં જ નોંધાયો છે.

- Advertisement -

નાણામંત્રાલયે સંસદમાં આવેલા આંકડા મુજબ જુલાઈ 2017થી તેવુ 2023 સુધીમાં રૂા.3.08 લાખ કરોડની જીએસટી ચોરીની ફરિયાદ થઈ છે પણ વાસ્તવીક આંકડો ખૂબજ ઉંચો હશે તે નિશ્ર્ચિત છે. આ સંદર્ભમાં અત્યાર સુધીમાં 1402 લોકોની ધરપકડ થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular