ખંભાળિયાથી આશરે 30 કિલોમીટર દૂર જે.પી. દેવળીયા ગામની સીમમાં રહેલા વિંડ વર્લ્ડ કંપનીની પવનચક્કી નજીકના ખુલ્લા ભાગમાં રહેલા ટ્રાન્સફોર્મરમાં ફીટ કરવામાં આવેલા આશરે 40 મીટર જેટલા અર્થિંગ કોપર વાયરની ગત તારીખ 1 માર્ચના રોજ ચોરી થયાનો બનાવ બનવા પામ્યો છે. આ પ્રકરણમાં રૂપિયા 24 હજારના કોપર વાયરની ચોરી થવા સબબ લાલપુર તાલુકાના ગોવાણા ગામના કરસનભાઈ નાથાભાઈ પાથરની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ધોરણસર ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં દ્વારકા તાલુકાના વાંછું ગામથી ગોરિંજા ગામ સુધીના વિસ્તારમાં આવેલી વિન વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ પવનચક્કીની કંપનીના અલગ અલગ ટાવરમાં આવેલા ટ્રાન્સફોર્મરમાંથી તારીખ 25 ફેબ્રુઆરીથી તારીખ 17 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ કટીંગ કરી, કુલ 312 મીટર અર્થીંગ દીધેલો કોપર વાયર ચોરી કરીને લઈ ગયાનું ખુલવા પામ્યું છે.
આથી રૂ. 93,600 ની કિંમતના કોપર વાયરની ચોરી કરવા સબબ ધીરાભા હરિયાભા માણેકની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ 379 મુજબ ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


