Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારઓખા પેસેન્જર જેટીએ સૂર્યાસ્ત બાદ અંધારપટ્ટ

ઓખા પેસેન્જર જેટીએ સૂર્યાસ્ત બાદ અંધારપટ્ટ

5:30 પછી ફેરીબોટને બેટ દ્વારકા જવા પર પ્રતિબંધ: મેરીટાઈમ બોર્ડનો વિચિત્ર નિર્ણય : યાત્રાળુઓ દર્શનથી વંચિત

ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર બોટ સંદર્ભે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા વિચિત્ર નિર્ણય કરાતા સાંજના 5:30 પછી કોઇ ફેરીબોટને બેટ દ્વારકા જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ઓખા ગુજરાત મેરીટાઈમ બોર્ડની કચેરી દ્વારા ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી યાત્રિકોની મુસાફરી માટેની પેસેન્જર બોટ સાંજે 5:30 વાગ્યા પછી બેટ દ્વારકા જવા માટે પ્રતિબંધ મૂકવાનો વિચિત્ર અને હાસ્યાસ્પદ નિર્ણય કરવામાં આવ્યો છે. ફેરીબોટ ધારકો પાસેથી તંત્ર દ્વારા ચાર્જ પણ વસુલવામાં આવે છે. પરંતુ સુવિધા માટે બોટધારકોએ રાહ જોવી પડે છે. જેના કારણે બેટ દ્વારકાના દર્શનાર્થે આવતા યાત્રિકોને મુશ્કેલીનો ભોગ બનવું પડે છે. તંત્રની બેદરકારીના કારણે હવેથી સૂર્યાસ્ત પછી આવનાર બોટના પેસેન્જરોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ ખાસ કરીને સિનિયર સીટીઝનોની હાલત વધુ કફોડી બની જાય છે. તંત્ર દ્વારા કરાયેલા નિર્ણયને કારણે હવેથી ઓખા પેસેન્જર જેટીએ સૂર્યાસ્ત બાદ અંધારપટ્ટ જ છવાયેલું રહે છે.

તંત્ર દ્વારા ઓવરલોડ મુસાફરોની અવર જવર કરતી બોટોમાં લાઇફજેકેટ સહિતની સુવિધા અંગે તંત્ર દ્વારા કયારેય પણ ગંભીરતા દાખવવામાં આવી નથી. પરંતુ મનઘડત નિયમોની અમલવારી કરાવવામાં તંત્ર ઉણુ ઉતરતું નથી. આમ મેરીટાઈમ બોર્ડના નિર્ણયને કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular