ઓસ્ટ્રેલિયાની ઈન્સ્ટીટયુટ ફોર ઈકોનોમિકસ એન્ડ પીસ દ્વારા એક વૈશ્ર્વિક આતંકવાદ વાર્ષિક રિપોર્ટ બહાર પાડયો છે. આ રિપોર્ટ ચોંકાવનારો છે. દક્ષિણ એશિયામાં આતંકવાદની સૌથી વધુ ઘટનાઓ અને મૃત્યુ પાકિસ્તાનમાં થયા છે. આતંકી ઘટનાઓમાં અફઘાનિસ્તાન કરતા પણ પાકિસ્તાન આગળ છે. ગત વર્ષ આતંકી હુમલાની જુદી જુદી ઘટનાઓમાં 643 લોકોના મૃત્યુ થયા છે.
પાકિસ્તાનમાં આતંકી હુમલાઓમાં અડધાથી વધારે સૈન્ય કર્મચારીઓ છે. જેમના મોત થયા છે. પાકિસ્તાનમાં બીએલએ છેલ્લાં કેટલાંક સમયથી માથુ ઉચકી રહી છે. આતંકવાદથી થયેલા મૃત્યુદરમાં 36 ટકા બીએલએ જવાબદાર છે. પાકિસ્તાન આર્મી પણ બ્લોચિસ્તાનના અલગાવવાદીઓ પર બેફામ અત્યારચાર કરી રહી છે. ઈરાનની સરહદ સાથે સંકળાયેલો પાકિસ્તાનના આ પ્રાંતમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. પાકિસ્તાન અમેરિકા અને યુ.કે. એ બીએલએ અને ટીટીપી ને આતંકવાદી સંગઠનોની યાદીમાં સમાવિષ્ટ કર્યુ છે. ગ્લોબલ ટેરીઝમની ઈન્ડેક્ષની યાદી પ્રમાણે પાકિસ્તાનના આતંકવાદનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનની સરહદ પર કેન્દ્રીત છે. આમ પાકિસ્તાનને આતંકી ઘટનાઓ અને હત્યાઓના મામલે અફઘાનિસ્તાનને પાછળ છોડી દીધું છે.