Wednesday, January 1, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં હૃદયરોગના હુમલાથી નિવૃત્ત વૃધ્ધનું મૃત્યુ

જામનગર શહેરમાં હૃદયરોગના હુમલાથી નિવૃત્ત વૃધ્ધનું મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં આવેલા વાલ્મિકી નગરમાં રહેતાં નિવૃત્ત વૃધ્ધને શ્ર્વાસની તકલીફ થતા હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરીમાં વાલ્મિકીનગરમાં રહેતાં બળવંતભાઈ ભવાનભાઈ સોલંકી (ઉ.વ.62) નામના નિવૃત્ત વૃદ્ધને મંગળવારે વહેલીસવારના સમયે તેના ઘરે શ્ર્વાસની તકલીફ થતા હૃદયરોગનો હુમલોઅ આવ્યો હતો. જેના કારણે બેશુદ્ધ હાલતમાં વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર જયપાલ દ્વારા જાણ કરાતા હેકો કે.જે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular