જામનગર શહેરના 58 દિગ્વીજય પ્લોટમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા પર જૂગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વધુ વિગત મુજબ, જામનગર શહેરના 58 દિગ્વીજય પ્લોટ કેળાની વખાર પાસે જાહેરમાં વર્લીના આંકડા પર જૂગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન જગદીશ અરજણ નાખવા અને બિલાલ સલીમ ચાકી નામના બે શખ્સોને વર્લીના આંકડા લખેલી સ્લીપ તથા એક બોલપેન અને રોકડ મળી કુલ રૂા.10,370 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.