Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવતી ઉપર લુખ્ખા શખ્સનો છરી વડે હુમલો

જામનગર શહેરમાં યુવતી ઉપર લુખ્ખા શખ્સનો છરી વડે હુમલો

પ્રેમસંબંધ રાખવાની ના પાડતા છરીનો ઘા ઝીંકયો : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના રામેશ્વરનગર કે.પી. શાહ વાડી વિસ્તારમાં રહેતી યુવતી તેની પિતરાઇ સાથે એકટીવા પર ટયુશનમાં જતી હતી તે દરમિયાન રામેશ્વરનગરમાં રહેતા શખ્સે આંતરીને તેની સાથે પ્રેમસંબંધ રાખવાની ના પાડતા યુવતી ઉપર છરી વડે માથામાં અને કપાળમાં ઘા ઝીંકી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતી મંગળવારે સાંજના સમયે તેની પિતરાઇ બહેન સાથે એકટીવા પર પાછળ બેસીને ટયુશન કલાસમાં જતી હતી તે દરમિયાન રામેશ્વરનગર કે.પી. શાહ વાડી રોડ પર અજય સરવૈયા નામના શખ્સે આંતરીને યુવતીને તેની સાથે પ્રેમ સંબંધ રાખવા છે કે કેમ ? તેમ પૂછતા યુવતીએ પ્રેમસંબંધ રાખવાની ના પાડતા અજયએ ઉશ્કેરાઈને યુવતીને અપશબ્દો બોલી તેની પાસે રહેલી છરી કાઢી કપાળની ઉપર માથામાં એક ઘા ઝીંકયો હતો. જેના કારણે યુવતીને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. હુમલા બાદ અજય નાશી ગયો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં બનાવની જાણ થતા પીએસઆઈ પી.એમ. પટેલ તથા સ્ટાફે ભોગ બનનાર યુવતીના નિવેદનના આધારે અજય સરવૈયા નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular