Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઈન્ડિયા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જેએમસીની ટીમ વિજેતા

ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઈન્ડિયા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જેએમસીની ટીમ વિજેતા

ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડીયા જામનગર બ્રાંચ દ્વારા તા.11 તથા 12 માર્ચના રોજ સુમેર કલબ ખાતે રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ હાર્મની લીગ મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, જામનગર બાર કાઉન્સીલ એસોસિએશન, ઈન્ડીયન, મેડીકલ એસોસિએશન – જામનગર, સેન્ટ્રલ, ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ, ઈન્કમટેકસ ડીપાર્ટમેન્ટ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ જામનગર, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ., સુમેર સ્પોર્ટસ કલબ, ઈન્ડીયન ડેન્ટલ એસોસિએશન – જામનગર અને જામનગર મહાનગરપાલિકા જેવી અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ મેચ જામનગર મહાનગરપાલિકા અને સુમેર સ્પોર્ટ્સ કલબ વચ્ચે રમાઈ હતી આ મેચમાં જામનગર મહાનગરપાલિકા ઈવેલનનો વિજય થયો હતો. જેમાં જામનગર મહાનગર પાલિકાના ક્રિકેટ ટીમના ક્રિકેટર વિજય બાબરીયા મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સીરીઝ જાહેર થયા હતાં. જામ્યુકો કમિશનર વિજય ખરાડી દ્વારા ટીમનું સુકાન સંભાળી જામનગર મહાનગરપાલિકાની ટીમને વિજય અપાવ્યો હતો. તેમજ રમતવીરોમાં ઉત્સાહ વધાર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular