Tuesday, January 14, 2025
Homeરાજ્યગુજરાત2025માં પૂર્ણ કરવામાં આવશે નર્મદા યોજના

2025માં પૂર્ણ કરવામાં આવશે નર્મદા યોજના

- Advertisement -

નર્મદા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં પ્રશાખા નહેરો થકી 17.03 લાખ હેક્ટર તથા પ્રપ્રશાખા નહેરો દ્વારા 15.45 લાખ હેક્ટર મળી કુલ 32 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા ઉત્પન્ન કરવામાં આવી છે. આ નહેરોના નેટવર્કના કામો વર્ષ 2023-24 દરમિયાન ચાલુ રાખવાનુ આયોજન છે, આ માટે આગામી નાણાંકીય વર્ષ 2023-24માં 3734 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. દાયકાઓથી જે નર્મદા યોજના પૂરી થાય તેની રાહ જોવાતી હતી તે યોજના “લગભગ રૂ 79,000 કરોડના ખર્ચે વર્ષ 2025માં પૂર્ણ કરી દેવાશે. ગુજરાત વિધાનસભામાં નર્મદા વિકાસ વિભાગનું બજેટ ચર્ચા બાદ સર્વાનુમતે પસાર કરાયું હતું. આ વિભાગ મુખ્યમંત્રી હસ્તક છે અને મુખ્યમંત્રી વતી આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે જવાબ આપતા જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકારનું આઝાદીના અમૃતકાળમાં વર્ષ 2023-24નું બજેટ પણ ગુજરાતના આવનારા પાંચ વર્ષના વિકાસનો રોડમેપ નક્કી કરનારૂં છે.

- Advertisement -

નર્મદા મુખ્ય નહેર શરૂઆતમાં 1133 ઘનમીટર પ્રતિ સેક્ધડની વહનક્ષમતા ધરાવનારી 458 કિ.મી. લાંબી છે. જે એક મોટી નદી જેટલી છે, તેનું કામ લગભગ 10 વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. લગભગ 69,000 કિ.મી. લાંબુ નહેરોનું માળખું જે 17.92 લાખ વિસ્તારને સિંચાઈનો લાભ આપશે. તે માત્ર 20 વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. લગભગ 79,000 કરોડના ખર્ચે આ યોજના વર્ષ 2025માં પૂર્ણ થવા જઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular