Sunday, September 8, 2024
Homeસ્પોર્ટ્સભારતે હોકીમાં વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને ત્રણ દી’માં બે વખત હરાવ્યું

ભારતે હોકીમાં વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને ત્રણ દી’માં બે વખત હરાવ્યું

- Advertisement -

ઓરિસ્સાના બીરસા મુંડા સ્ટેડિયમ પર રમાઈ રહેલી ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (એફઆઈએચ) આયોજિત પ્રો-લીગમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતાં વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને 6-3થી હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. ભારતની જર્મની વિરૂધ્ધ ત્રણ દિવસમાં આ બીજી જીત છે અને આ જીતની મદદથી ટીમ સાત મેચમાં 17 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. સ્પેનના પણ 17 પોઈન્ટ છે પરંતુ ગોલના અંતરને કારણે અત્યારે ભારત ટોપ પર છે. ટોમ ગ્રેમબુશે ત્રીજી જ મિનિટમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં તબદીલ કરીને જર્મનીને લીડ અપાવી દીધી હતી.

- Advertisement -

ટીમ માટે અભિષેક (22મી અને 51મી મિનિટ) અને સેલવમ કાર્તિ (24મી અને 26મી મિનિટ)એ બે-બે ગોલ કર્યા જ્યારે અન્ય એક ગોલ હરમનપ્રીત (26મી મિનિટ)એ કર્યો જેના કારણે ભારતે સળંગ ત્રીજી જીત મેળવી હતી. જર્મની માટે ગોન્ઝાલો પેઈલોટ (23મી મિનિટ) અને માલ્ટે હેલવિગ (31મી મિનિટ)એ કર્યા હતા. ભારતે આ પહેલાં પોતાની પાછલી બે મેચમાં જર્મની અને ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો જેમાં હરમનપ્રીત સિંહની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાએ 5-4થી મુકાબલો જીત્યો હતો. કેપ્ટન હરમનપ્રીતે આ મુકાબલામાં શાનદાર હેટ્રિક ફટકારી હતી. કેપ્ટને મેચની 13મી, 14મી અને 55મી મિનિટમાં ગોલ કરી હેટ્રિક કરી હતી. આ ઉપરાંત જુગરાજ અને કાર્તિએ પણ ઑસ્ટ્રેલિયા વિરૂધ્ધ ગોલ કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular