Monday, December 23, 2024
Homeરાજ્યહાલારકાલાવડના બામણ ગામના યુવાનને જાતિ વિષયક અપમાનિત કરી ધમકી

કાલાવડના બામણ ગામના યુવાનને જાતિ વિષયક અપમાનિત કરી ધમકી

રાજકોટના વ્યાજખોર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ : પાંચ વર્ષ પહેલાં પાંચ ટકે લીધેલા 85 હજાર વ્યાજ સહિત ચુકવી દીધા : વ્યાજખોર દ્વારા લીધેલા ત્રણ ચેકમાં લાખોની રકમ ભરી ચેક બેંકમાં જમા કરાવ્યા

- Advertisement -

કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતાં યુવાને પાંચ વર્ષ પહેલાં રાજકોટના વ્યાજખોર પાસેથી લીધેલી રકમ વ્યાજની રકમ સહિત ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરે યુવાન પાસેથી લીધેલા ચેકો ઉપર લાખોની રકમ ભરી પરત કરાવી પઠાણી ઉઘરાણી કરી જાતિ વિષેયક અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા રાકેશ બાબરીયા નામના યુવાને રાજકોટના ચિરાગ હરેશ ભગદેવ પાસેથી પાંચ વર્ષ પહેલાં રૂા.85 હજાર પાંચ ટકા વ્યાજે લીધા હતાં. આ રકમ તથા વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરે રાકેશ પાસેથી લીધેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના ચેક નંબર 936748 માં રૂા.3,92,000 અને ચેક નં.548925 માં રૂા.5,50,000 તથા ચેક નં.936747 માં રૂા.3,80,000 ની રકમ ભરીને બેંકમાં જમા કરાવેલ. ઉપરાંત રાકેશના ભાઈ પાસેથી બળજબરી પૂર્વક લીધેલા બેંક ઓફ બરોડા કાલાવડ શાખાના 000006 નંબરના ચેકમાં રૂા.50 હજારની રકમ ભરી ચેક બાઉન્સ કરાવ્યો હતો.

ત્યારબાદ વ્યાજખોરે રાકેશ પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી અપશબ્દો બોલી જાતિ વિષયક અપમાનિત કર્યો હતો અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. તેમજ રાકેશ પાસેથી બળજબરી પૂર્વક વ્યાજની રકમની ઉઘરાણી કર્યાના બનાવમાં આખરે રાકેશે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગ્રામ્ય ડીવાયએસપી એમ.બી. સોલંકી તથા સ્ટાફે મની લેન્ડ્રસ એકટ અને એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular