Sunday, December 29, 2024
Homeરાજ્યગુજરાતઉનાળાની શરૂઆતમાં કઠોળના ભાવોમાં વધારો

ઉનાળાની શરૂઆતમાં કઠોળના ભાવોમાં વધારો

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું : કિલોએ રૂા. 40 સુધીનો વધારો

- Advertisement -

ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લીલા શાકભાજીની આવક માર્કેટમાં ઓછી થઇ ગઇ છે. જેન સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી છે લીલા શાકભાજીના ભાવોમાં રૂા. 25 થી 40 સુધીનો વધારો જોવા મળ્યો છે. જયારે કઠોળના ભાવોમાં રૂા. 40 સુધીનો વધારો દેખાયો છે. મોંઘવારીમાં હાલ કઠોળ ખાતે શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. જે લીંબુ જામનગર માર્કેટમાં રૂા. 40 કિલો મળતા હતા તે હવે રીટેઇલમાં 180 કિલો મળી રહ્યા છે.

- Advertisement -

જયારે સેમી હોલસેલમાં 120થી 130 મળી રહયા છે. આવા સમયે વાત કરીએ તો કઠોળની તો હવે ગુજરાતીઓ માટે કઠોળ પણ આઉટઓફ બજેટ થવા માંડયા છે. ખાણી-પીણીના ભાવો આસમાને પહોંચી ગયા છે. ખાદ્યસામગ્રીના ભાવોમાં આ અકલ્પનિય વધારો એ ગૃહિણીઓના બજેટને ખોરવે છે. તેઓ કહે છે કે, મોંઘવારી ઘટવાનું નામ લેતો નથી. ઉલ્ટાનું વધ્યે જ જાય છે. બીજી બાજુ અન્ન નાગરિક પુરવઠા ભિવરાગ અને તોલમાપ વિભાગમાં સ્ટાફની તંગીના લીધે શહેરની બજારોમાં કોઇ તપાસ થતી નથી જેનો લાભ કેટલાક લેભાગુ તત્વો લઇ રહ્યા છે. અને ભાવોમાં કૃત્રિમ ઉછાળો લાવીને પ્રજાને છેતરી રહયા છે.

આમ, ગરમીની શરૂઆતમાં લીલા શાકભાજીની ઘટ એ લીલા શાકભાજીના ભાવોમાં વધારો કર્યો છે. જયારે કઠોળની માંગ વધતા તેના ભાવોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. લીંબુ, કઠોળ, ખાંડ પણ મોંઘા થતા દેખાઇ રહ્યાં છે. આવા સમયે ગૃહિણીઓએ ખૂબ કાળજીપૂર્વક અને કુશળતાથી ઘરનું બજેટ ગોઠવવું પડે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular