Friday, December 27, 2024
Homeરાજ્યહાલારમોટા વડીયામાંથી જૂગાર રમતા 18 શખ્સોને દબોચી લેતું એલસીબી

મોટા વડીયામાંથી જૂગાર રમતા 18 શખ્સોને દબોચી લેતું એલસીબી

- Advertisement -

જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામની સીમના વાડી વિસ્તારમાં જાહેરમાં જૂગાર રમતા 18 શખ્સોને એલસીબીની ટીમે રેઈડ દરમિયાન રૂા.68,300 ની રોકડ, રૂા.15 લાખની કિંમતની બે કાર અને 13 મોબાઇલ સહિત રૂા.16,65,300 ના મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામની સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની રાકેશ ચૌહાણ, ધાના મોરી, વનરાજ મકવાણા, કિશોર પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન સંજય કરશન ચાવડા, રામા રણમલ ચાવડા, કરશન પાલા ચાવડા, જીવા નાથા બૈડિયાવદરા, પાલા વેજાણંદ કનારા, એભા દેવરખી કનારા, ગોવિંદ અરજણ બૈડિયાવદરા, હમીર પરબત કનારા, ગીરધર કાનજી વિસાવાડિયા, નાથા નારણ ગમારા, સતિષ ભીખુ માણસુરીયા, અશોકભારથી રમણિકભારથી ગોસાઈ, જયેશ રામજી ચૌહાણ, પંકજ ધનજી નકુમ, બાબુ બચુ ખવા, સંજય રમણિક ગોસ્વામી, હેમંત ડાડુ ચાવડા, ઘેલા માવજી મહેતા સહિતના 18 શખ્સોને ઝડપી લીધા હતાં.

એલસીબીની ટીમે રેઈડ દરમિયાન 18 શખ્સો પાસેથી રૂા.68,300 ની રોકડ અને રૂા.15 લાખની કિંમતની ફોર્ચ્યુનર તથા બોલેરો કાર તેમજ રૂા.97 હજારની કિંમતના 13 મોબાઇલ મળી કુલ રૂા.16,65,300 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular