Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીનાં જનસંપર્ક કાર્યાલયનું મહાનુભાવોનાં હસ્તે ઉદઘાટન - VIDEO

ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીનાં જનસંપર્ક કાર્યાલયનું મહાનુભાવોનાં હસ્તે ઉદઘાટન – VIDEO

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ- ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી-પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ સહિતનાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યાલયનું લોકાર્પણ થયું

- Advertisement -

જામનગર દક્ષિણ 79- વિધાનસભા મત વિસ્તારનાં ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીનાં મીગ કોલોનીમાં નિર્મિત નવા ‘જનસંપર્ક કાર્યાલય’નું ઉદઘાટન તા 12.3.2023 ને રવિવારના દિવસે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપ ના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ વગેરેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ ઉદઘાટન સમારોહ સમયે જામનગર- 78 ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા, 76-કાલાવડ વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જામનગર શહેર ભાજપ ના અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, મેયર બીનાબેન કોઠારી, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા ભાજપના અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી અને નહરભાઈ ઝાલા, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ અને ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજુભાઇ શેઠ, શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા તથા વિજયસિંહ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઇ ગોસરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષભાઈ કનખરા સહિતનાં અગ્રણીઓની વિશેષ ઉપસ્થિત રહી હતી. શ્રીફળ વધેરીને મહાનુભોનાં કાર્યાલયમાં વિધીવત પ્રવેશ સાથે જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ થયું હતું.

- Advertisement -

ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી દ્વારા ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી – કૃષિમંત્રી રાઘવજી પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી – પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી આર.સી.ફળદુ સહિતનાં અગ્રણીઓનું મોં મીઠું કરાવી ભારતીય સંસ્કૃતિ મુજબ શુભ કાર્યની મીઠાશપૂર્ણ ઉજવણી કરવામા આવી હતી. જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ નો શુભેચ્છા સંદેશો મળ્યો હતો.

આ ઉદ્ઘાટન સમારોહ સમયે જામનગર શહેર ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો, શહેર ભાજપના પૂર્વ પ્રમુખઓ, મેયરઓ, ભાજપના કોર્પોરેટરો ઉપરાંત જુદા જુદા વોર્ડ ના પ્રમુખ- મહામંત્રી, જુદી જુદી જ્ઞાતિ અને સંસ્થાના અગ્રણીઓ અને વિશાળ મિત્ર વર્તુળ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

તાજેતરમાં યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટાયા પછી અને હાકલ કરો, અને હર હંમેશા હાજર થઈ જતા એવા દિવ્યેશભાઇ અકબરી દ્વારા સતત અને સઘન લોક સંપર્ક વડે લોકોનાં પ્રશ્ર્નોનાં નિરાકરણ અને ભાજપ સરકારની વિકાસની યાત્રા ને વધુ વેગવંતી બનાવવાનાં સંકલ્પ સાથે જનસંપર્ક કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો છે.
આ તકે કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી – પૂર્વ ભાજપ અધ્યક્ષ આર.સી. ફળદુ વગેરે મહાનુભાવો એ ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીને હર હંમેશ લોકોની વચ્ચે રહી તેમનાં પ્રશ્ર્નોનાં નિરાકરણ માટે સેવારત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ’સબકા સાથ, સબકા વિકાસ’ સૂત્રને સાર્થક કરવા પ્રેરીત કર્યા હતાં.

આ તકે ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીએ જણાવ્યું હતું કે તેમનાં કાર્યાલયનાં દ્વાર જામનગરની જનતા માટે હંમેશ ખુલ્લા છે. કોઇપણ સમસ્યા માટે નાગરિકોને તેમનો નિ:સંકોચ પણે સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular