અમેરિકામાં ફરી એકવાર 2008ની લેહમન બ્રધર્સ જેવી બેંકિંગ કટોકટી શરૂ થઈ છે. સિલિકોન વેલી બેંકને નિયમનકાર દ્વારા બંધ કરવામાં આવી છે. આ બેંક અમેરિકાની ટોચની 16 બેંકોમાં સામેલ છે. એસવીબી ફાયનાન્સિયલ ગ્રૂપની કટોકટીએ વિશ્ર્વભરના શેરબજારોમાં હલચલ મચાવી દીધી હતી.
અમેરિકાના કેલિફોર્નિયામાં નાણાકીય કટોકટી શરૂ થયા બાદ એસવીબી પણ મુશ્કેલીમાં છે. થાપણદારોના નાણાને સુરક્ષિત રાખવા માટે સ્ટેટ બેંકિંગ રેગ્યુલેટરે ડૂબી ગયેલી એસવીબીને તાત્કાલિક બંધ કરી દીધી છે. ટેક સ્ટાર્ટઅપ્સને લોન આપવા માટે પ્રખ્યાત અને બેન્કિંગ સેક્ટરના શેરમાં ઘટાડો થયો હતો. FDICએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તમામ સિલિકોન વેલી બેંકની ઓફિસો અને શાખાઓ 13 માર્ચના રોજ ખુલશે અને તમામ વીમાધારક રોકાણકારો સોમવારે સવારે તેમના ખાતામાં સંચાલન કરી શકશે. ગઈકાલે પ્રી-માર્કેટ ટ્રેડમાં એસવીબી ના શેર 66 ટકા ઘટ્યા હતા. એસવીબી એ નિયમનકારી કાર્યવાહીનો જવાબ આપ્યો નથી. સિલિકોન વેલી બેંકની વર્તમાન કટોકટીની ભારતીય સ્ટાર્ટઅપ અસર ન પડે તેમ કહી શકાય નહીં. સ્ટાર્ટઅપ્સ પરના ડેટાને એકત્ર કરતા ટ્રેક્સન ડેટા અનુસાર, એસવીબી એ ભારતમાં લગભગ 21 સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે. જો કે તેમાં કેટલી રકમનું રોકાણ કરવામાં આવ્યું છે તેની માહિતી સ્પષ્ટ નથી.