જામજોધપુર તાલુકાના રબારિકા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરના કુવા નજીક યુવાનનો પગ લપસી જતા કૂવાના ઉંડા પાણીમાં ડુબી જતા મોત નિપજ્યું હતું. બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના રબારિકા ગામના સીમ વિસ્તારમાં રહેતાં અને ખેતીકામ કરતા વિપુલભાઈ વેજાભાઈ કરમુર (ઉ.વ.36) નામના આહિર યુવાન ગુરૂવારે સવારના સમયે તેમની કૌટુંબિક ભાઈઓની વાડીએ ગયો હતો જ્યાં કૂવા પાસેથી પસાર થતા સમયે અકસ્માતે પગ લપસી જતા કૂવામાં પડી ગયો હતો અને તરતા આવડતુ ન હોવાથી ઉંડા પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગેની સામતભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ કૂવામાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.