ભાણવડના વેરાડ નજીક આવેલી નકટી નદી પર આવેલો પુલ વર્ષોથી રેલિંગ વગરનો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારને સાંકળતા આ પુલ પરથી અવારનવાર પશુઓ નીચે ખાબકતા હોવાના બનાવો બને છે. જેમાં ગઈકાલે વધુ એક વખત નકટી નદીના રેલિંગ વગરના પુલ પરથી એક નંદી નીચે પટકાયો હતો. આ બનાવની જાણ થતા આ પંથકના જીવદયા પ્રેમીઓએ દોડી જાઈને બચાવ કાર્ય કર્યું હતું.
અગાઉ અનેક વખત આ પુલ પરથી મનુષ્ય તેમજ અબોલ પશુઓ નીચે પડ્યાના બનાવો બન્યા હતા. જેમાં પશુએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ગંભીર મુદ્દે સ્થાનિક તંત્રને અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. ત્યારે આ પુલ પરથી રેલિંગના અભાવે ગૌવંશ તેમજ માનવ જીવ નીચે પડવાનો સિલસિલો કેટલો સમય ચાલુ રહેશે તે જોવાનું રહ્યું.