1 એપ્રિલ થી જવેલર્સ HUDI હોલમાર્ક યુનિક આઈડી વાળી જ જ્વેલરી વેચી શકશે, જેનાથી બ્લેકનું વેચાણ બંધ થશે. સરકારે હવે નિયમો બનાવ્યા છે જેથી સોનાની ખરીદી કરનારની જરૂરિયાત પ્રમાણે જ મળે જેમાં જવેલર્સ 1 એપ્રિલથી માત્ર HUDI નંબર વાળી જ જવેલરીનું વેચાણ કરી શકશે.
જ્વેલરીમાં 14, 16, 18, 20 અને 22 કેરેટની જ્વેલરી હોય છે. સરકાર દ્વારા આવનાર નવા નિયમને લઈને બ્યુરો ચીફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડમાં રજીસ્ટ્રેશન થશે. કેટલા ગ્રામ, કેરેટની જ્વેલરી છે તે હવે HUDI નંબર દ્વારા જાણી શકશે. જયારે અમુક જવેલર્સ દ્વારા બ્લેક માર્કેટમાં દાગીનાનું વેચાણ કરવામાં આવતું હોય તે હવે બંધ થશે.
સુરતમાં અંદાજે 15 જેટલા હોલમાર્કિંગ સેન્ટર છે જયારે 2500 થી વધારે જવેલર્સ હોવાથી સમયસર હોલમાર્કિંગ નહિ થાય તેવો મત જવેલર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ગ્રાહકોને ફાયદો થશે, બીજી તરફ જવેલર્સ પાસેથી બ્લેકમાં દાગીના ખરીદી શકાશે નહિ.