Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારભાણવડના જશાપર ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

ભાણવડના જશાપર ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

- Advertisement -

ભાણવડ પંથકમાં સ્થાનિક પોલીસ દ્વારા ગતરાત્રે હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક સ્ટાફના કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા તથા મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જસાપર ગામે એક પાનની દુકાનના ઓટલા પાસે બેસી અને જાહેરમાં ગંજીપત્તા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા દુદા મામૈયા મોરી, સુખા ખીમા ધંધુકિયા, આરશી ભૂટા કરમુર, મહેશ ઉર્ફે ભુરો મધુભાઈ સાંજવા, અરજણ જગા કરમુર અને ભુપત દાના સાંજવા નામના છ શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂ. 11,260 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કામગીરી ભાણવડના પી.એસ.આઈ. પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. ગીરીશભાઈ ગોજીયા, કિશોરસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular