જામનગરમાં રહેતા અને વેપાર કરતા અલ્કેશ ચમનલાલ મંગીએ જામનગરમાં જ રહેતા રમેશભાઈ વી. બુધ્ધને સંબંધદાવે હાથઉછીના રૂમ. 3,50,000 આપ્યા હતા, જે રકમની પરત ચુકવણી માટે રમેશભાઈ વી. બુધ્ધએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, લાલ બંગલો શાખા, જામનગરનો ચેક આપ્યો હતો, જે ચેક અલ્કેશ ચમનલાલ મંગીએ પોતાના ધી નવાનગર કો. ઓપરેટીવ બેંક લી., દિગ્વીજય પ્લોટ શાખા, જામનગરના ખાતામાં કંલીયરીંગ માટે રજુ કરતા ’ફંડ્સ ઈનસફીશીયન્ટ” ના શેરા સાથે ચેક પરત ફરેલ, જેથી અલ્કેશ ચમનલાલ મંગીએ વકીલ મારફત નોટિસ આપી હતી. તેમ છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા અલ્કેશ ચમનલાલ મંગીએ જામનગરની અદાલતમાં રમેશભાઈ વી. બુધ્ધ સામે ધી નેગોશીયેબલ ઈન્સ્ટૂમેન્ટ એકટ કેસ દાખલ કરેલ, જે કેસ જામનગરના મે. ચીફ.જયુડી. મેજીસ્ટ્રેટ એમ. એમ. સોનીની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા રમેશભાઈ વી. બુધ્ધને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂ. 3,50,000 પુરા ફરીયાદીને વળતર પેટે ચુકવવા હુકમ ફરમાવવામાં આવ્યો હતો, જે હુકમથી નારાજ થઈ આરોપી રમેશભાઈ વી. બધ્ધ દ્વારા જામનગર સેસન્સ અદાલત સમક્ષ અપીલ દાખલ કરી હતી જે અપીલ જામનગર એડી. સેસન્સ જજ એમ. આર. ચૌધરીની અદાલતમાં ચાલી જતાં મુળ ફરીયાદીના વકીલ નાથાલાલ પી. ઘાડીયા દ્વારા કરવામાં આવેલ દલીલો તથા વિસ્તૃત રજુઆતો ધ્યાને લઈ આરોપીની અપીલ નામંજુર કરી છે. અને નીચેની અદાલત દ્વારા કરવામાં આવેલ દંડ સજા તથા વળતરનો હુકમ યથાવત રાખેલ છે. અને આરોપીના જામીન તથા જાત મૂચરકા રદ કરવાનો આદેશ કર્યો છે. અને આરોપી રમેશભાઈ વી. બુધ્ધને દિવસ-10 માં નીચેની અદાલત સમક્ષ સરન્ડર થવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં મુળ ફરીયાદી તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ. સભાયા, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, ગજેન્દ્રસિંહ જે. ઝાલા, તથા નેમીષ જે. ઉમરેટીયા રોકાયેલા હતા.