Monday, December 8, 2025
Homeરાજ્યહાલારદ્વારકા પંથકમાં ઓખા નૌસેના તટીય વિભાગ દ્વારા સમુદ્ર ગોલાબારી પ્રેક્ટિસ હાથ ધરાશે

દ્વારકા પંથકમાં ઓખા નૌસેના તટીય વિભાગ દ્વારા સમુદ્ર ગોલાબારી પ્રેક્ટિસ હાથ ધરાશે

દરીયામાં માછીમારોને જવાની મનાઇ ફરમાવવમાં આવી

દ્વારકાના દરિયાકાંઠાને સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં સુરક્ષા વ્યવસ્થા માટે વિવિધ સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે. જેમા દ્વારકા નૌસેના દ્વારા સમયાંતરે ગોલાબારી ફાયરીંગની પ્રેક્ટિસ હાથ ધરાતી હોય છે.
આગામી શુક્રવાર તા. 10 ના રોજ સવારે આઠ વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી નૌસેના દ્વારા ગોલાબારી (ફાયરીંગ)ની પ્રેક્ટિસ કરવામાં આવનાર છે.
ઓખાથી સમુદ્ર તરફ (300″) T TO 020″ (T) તટથી લગભગ 5 નોટીકલ માઇલ (22*28.64 N, 069* 04.05 E) દુર સુધીના વિસ્તારમાં ગોલાબારી ફાયરીંગ પ્રેક્ટિસ કરવાની હોવાથી ઓખા, બેટ, રૂપેણ, સલાયા તથા જિલ્લાના તમામ કેન્દ્ર ખાતેથી દરિયાઈ વિસ્તારને ભયજનક અને ખતરનાક વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.
જેથી આ વિસ્તારમાં માછીમારોને ન જવાની સુચના ઓખા મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા આપવામાં આવેલ છે. શઢવાળી બોટ કે કોઇ અન્ય બોટ દરીયામાં તે વિસ્તારમાં હોય તો તેને ત્યાથી કીનારે આવી જવાની સુચના મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા આપવામાં આવી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular