Sunday, December 22, 2024
Homeમનોરંજન7 મહિના પછી રિયા ચક્રવર્તીએ પોતાને હિંમત આપનાર આ વ્યક્તિ સાથે તસ્વીર...

7 મહિના પછી રિયા ચક્રવર્તીએ પોતાને હિંમત આપનાર આ વ્યક્તિ સાથે તસ્વીર શેયર કરી

- Advertisement -

છેલ્લા લાંબા સમયથી સોશિયલ મીડિયાથી દુર રહેલ અને સુશાંતસિંહ રાજપૂત કેસમાં જેના પર મુખ્ય આરોપીના આક્ષેપો કરવામાં આવ્યા છે તે રિયા ચક્રવર્તી આજે 7 મહિના બાદ સોશિયલ મીડિયામાં એક્ટીવ થઇ છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની માં ના હાથનો અને પોતાના હાથનો એક ફોટો શેયર કરીને મહીલાદિનની સુભેચ્છાઓ પાઠવી છે.

- Advertisement -

બોલિવુડ એકટ્રેસ રિયા ચક્રવર્તી લાંબા સમયથી સોશિયલ મીડિયાથી દૂર છે. ઈન્સ્ટાગ્રામ પર તેણીએ  27 ઓગસ્ટના રોજ છેલ્લી પોસ્ટ મૂકી હતી. અને આજે તેણીએ એક ફોટો શેયર કર્યો છે. આ તસવીરમાં તે તેની માતાનો હાથ તેના હાથમાં છે. બન્નેનો ચેહરો દેખાતો નથી. કેપ્શનમાં તેણીએ લખ્યું છે કે “અમને મહિલા દિવસની શુભેચ્છા … માતા અને હું … કાયમ સાથે … મારી શક્તિ, મારી શ્રદ્ધા, ધીરજ – મા” સોશિયલ મીડિયા પર તેણીની આ પોસ્ટ ઘણી વાઈરલ થઇ રહી છે. અને કમેન્ટમાં લોકોએ વેલકમ બેક તથા મહિલા દિનની સુભેચ્છાઓ પણ પાઠવી છે. સુશાંતના મૃત્યુ પછી, રિયા પર વિવિધ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ કારણે રિયા પણ જેલમાં ગઈ હતી. ડ્રગ્સના કેસમાં પણ પોલીસની પકડમાં આવી હતી.જોકે પાછળથી તેને જામીન મળી ગયા હતા. સુશાંતના મોત બાદ બોલીવુડમાં રિયા ચક્રવર્તીની ઈમેજ ઘણી બદલાઈ ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular