Tuesday, December 23, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાંથી 35 કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત

જામનગરમાંથી 35 કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત

ગેરકાયદેસર ઘાસચારો વેંચતા ધંધાર્થીઓ વિરૂઘ્ધ પણ કાર્યવાહી : 30 ધંધાર્થીઓનો ઘાસચારો જપ્ત કરી રૂા.15500નો દંડ વસુલાયો

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીક વેંચાણ કરતા ધંધાર્થીઓ તથા ગેરકાયદેસર ઘાસચારાનું વેંચાણ કરતા ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને 35 કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરી વહિવટી ચાર્જ વસુલ્યો હતો તેમજ ગેરકાયદેસર ઘાસચારો વેંચતા ધંધાર્થીઓ વિરૂઘ્ધ પણ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

શહેરમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો મારફત શહેરમાં સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા ધંધાર્થીઓ તથા ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા ધંધાર્થીઓનો સામે પ્લાસ્ટિક જપ્તીકરણ તથા ઘાસચારો
જપ્તીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અનુસંધાને ગત અઠવાડિયામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા
કુલ-78 ધંધાર્થી/વેપારીઓ પાસેથી 35 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રૂા.36,000/- ના વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી. તેમજ ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા 30 ધંધાર્થીઓનો ઘાસચારો જપ્ત કરી, રૂ.15,500/- નો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો. તેમજ જાહેર રોડ રસ્તા પર ઘાસચારો નાખવાની પશુઓ ભેગા થવા અને ટ્રાફિકની સમસ્યા, અકસ્માત થવાનો ભય રહેતો હોય, જાહેર જનતાને રોડ રસ્તાઓ ઉપર ઘાસચારો ન નાખવા અપીલ કરવામાં આવે છે. વધુમાં લોકોએ ઘાસચારો દાન કરવો હોય તો JMC Connect App મારફત દાન આપવા અથવા મહાનગરપાલિકા હસ્તકની ગૌશાળાઓ ખાતે દાન કરવા અપીલ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular