આર્યસમાજ જામનગરના આયોજને વૈદિક પરંપરા મુજબ ભવ્ય 150 કુંડી પર્યાવરણ શુદ્ધિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણને શુદ્ધ અને પ્રદૂષણમુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ કરી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો.
યજ્ઞ દ્વારા હવા, પાણી અને આસપાસના પર્યાવરણને શુદ્ધ કરવાની સાથે સમાજમાં સાત્વિકતા, શાંતિ અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં આર્યસમાજના સભ્યો, શ્રદ્ધાળુઓ તથા નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
View this post on Instagram
આ અવસરે આર્યસમાજના આગેવાનો દ્વારા પર્યાવરણ રક્ષા, વૃક્ષારોપણ અને સ્વચ્છ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લેવાયો હતો. વૈદિક પરંપરા અને પર્યાવરણ સંવેદનશીલતાનો સુમેળ સાધતું આ યજ્ઞ શહેર માટે પ્રેરણારૂપ બન્યું.


