Connect with us

જામનગર

જામનગરમાં પૂર્વ પ્રેમિકાના ઘરે વર્તમાન પ્રેમી દ્વારા યુવક પર હુમલો

રાખડી બાંધવા ઘરે બોલાવી છરીના ઘા ઝીંકયા : ઘવાયેલા યુવાન દ્વારા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ : પોલીસ દ્વારા હુમલાખોરની ધરપકડ માટે તજવીજ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં રહેતા યુવકની પૂર્વ પ્રેમિકાએ ઘરે બોલાવ્યો હતો. તે દરમિયાન હાજર રહેલા શખ્સે યુવકને અપશબ્દો બોલી છરી વડે હુમલો કરતા ઘવાયેલી હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સ્વામીનારાયણ નગર હાલારહાઉસમાં રહેતા અને મજૂરીકામ કરતા મિલન ડાયાભાઈ શિયાળ (ઉ.વ.19) નામનો યુવક સોમવારે સાંજના સમયે દુકાને ઉભો હતો તે દરમિયાન તેની પૂર્વ પ્રેમિકા મોહીનીએ ફોન કરીને કહ્યું કે, ‘મિલન મારા ઉપર શંકા કરે છે તું ઘરે આવી જા મારે રાખડી બાંધવી છે’ તેમ કહી મિલનને ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ મોહીનીના ઘરે પહોંચેલા મિલન સાથે હાજર રહેલા મિલન ધીરુભાઈ શિયાળ નામના શખ્સે ઉગ્ર બોલાચાલી કરી અપશબ્દો કહ્યાં હતાં અને ત્યારબાદ મિલન ડાયાભાઈ નામના યુવક ઉપર છરી વડે ડાબા બાવળામાં, ડાબા પડખામાં, જમણા પડખામાં છરીના ઘા ઝીંકી હુમલો કરતા મિલન લોહીલુહાણ થઈ ગયો હતો.

ઘવાયેલા મિલનને તેના મિત્રોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ કે.કે.પરમાર તથા સ્ટાફે મિલન ડાયાભાઈ શિયાળ નામના ઘવાયેલા યુવકના નિવેદનના આધારે મિલન ધીરુભાઈ શિયાળ નામના શખ્સ વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

જામનગર

જામનગરમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

પવનચકકી પાસેથી પિસ્તોલ અને દેશી કટ્ટો તથા બે કાર્ટીસ સાથે એસઓજીએ દબોચ્યો : રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પવનચકકી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને દેશી કટ્ટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની પીએસઆઈ આર.વી.વીંછી અને હેકો મયુદ્દીનને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.વીંછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા પવનચકકી બસ સ્ટોપ પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતા પોલીસે સોહિલ દિનેશ સંજોટ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.20 હજારની કિંમતની હાથ બનાવટની દેશી મેગેજિનવાળી પિસ્તોલ અને રૂા.5 હજારની કિંમતનો એક દેશી કટ્ટો તથા બન્નેના એક-એક કાર્ટીસ સહિત રૂા.25200 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

જામનગર

64 બેઠકો માટે જામનગર ભાજપમાં 543 દાવેદારો, જાણો કયા વોર્ડમાં કેટલા દાવેદારો ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. શહેરના 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટીમાંથી 543 દાવેદારોએ પક્ષ સમક્ષ ઇચ્છા વ્યકત કરી હતી. ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ મંડળ ખાતેથી આવેલા નવ નિરિક્ષકોએ અલગ-અલગ ત્રણ સ્થળે ચૂંટણી લડવા ઇચ્છૂક કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. 543 દાવેદારોમાંથી 64ની પસંદગી કરાશે. 16 વોર્ડમાંથી વોર્ડ નં.10માં સૌથી વધુ 58 દાવોદારોએ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ સૌથી ઓછી દાવેદારી વોર્ડ નં.12માં નોંધાઇ છે. જેમાં માત્ર 5 દાવેદારો એ દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ વાઇઝ દાવેદારોની સંખ્યા

 

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ