Connect with us

આંતરરાષ્ટ્રીય

દુનિયા બીજી મહામારી માટે તૈયાર રહે : WHO ની ચેતવણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ આખી દુનિયાને ચેતવણી આપી છે કે તેઓ બીજી મહામારી માટે તૈયાર રહે. કોરોના વાયરસના સંક્રમણ અને તેની અસરોને જોતા WHOના વડા ડૉ.ટેડ્રોસ અધનોમ ગ્રેબેસીસે સોમવારે મોડી સાંજે જણાવ્યું હતું. ટેડ્રોસે એમ પણ કહ્યું હતું કે દુનિયાભરના દેશોએ આગામી મહામારી પહેલા પબ્લિક હેલ્થમાં ઘણા પૈસાનું રોકાણ કરવું જોઇએ નહીં તો કોરોના જેવી સ્થિતિની આશંકા છે.

ડૉ.ટેડ્રો સે કહ્યું કે નોવેલ કોરોનાવાયરસના લીધે 2.71 કરોડ લોકો સંક્રમિત થયા અને 8.88 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. કોવિડ-19 એ ફક્ત ડિસેમ્બર 2019 થી અત્યાર સુધીમાં વિશ્વની આ સ્થિતિ બનાવી છે. હજુ પણ ઘણા દેશોમાં તેની ભયાનકતા વધી રહી છે. તેને નિયંત્રિત કરવું મુશ્કેલ થતું દેખાઇ રહ્યું છે.

WHOના પ્રમુખે જીનીવામાં એક પ્રેસ બ્રીફિંગ દરમ્યાન કહ્યું કે આ કોઇ છેલ્લી મહામારી નથી. ઇતિહાસ અનેક મહામારીઓનું સાક્ષી રહ્યું છે. આ મહામારીઓ જીવનની હકીકત છે. આ સમાપ્ત થતી નથી. પરંતુ તેની પહેલાં કે દુનિયા બીજી મહામારી પર હુમલો કરે તેની પહેલાં આપણે સંપૂર્ણ તૈયારી કરી લેવી જોઇએ.

દુનિયાભરના દેશોને સંભવિત બીમારીઓ માટે રસી અને દવાઓ પર મળીને રિસર્ચ કરવું જોઈએ. જાહેર આરોગ્યમાં વધુને વધુ નાણાં રોકવા જોઇએ. રસી અને દવાઓના તાત્કાલિક ઉત્પાદન અને બજારમાં લાવવાની વ્યવસ્થા કરવી જોઇએ જેથી જ્યારે પણ કોઇ મહામારી ફેલાય તો તેને તરત જ કાબૂમાં કરી શકાય.

WHOના એક એક્સપર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં કોઈ કોરોના વાયરસની રસી મળી શકશે નહીં. લોકોને આશા હતી કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી લોકોને મળી રહેશે. પરંતુ એ થશે નહીં. ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીથી યુરોપ, અમેરિકા, મેક્સિકો અને રશિયાને સૌથી વધુ અપેક્ષાઓ હતી. ડબ્લ્યુએચઓના ઇમરજન્સી પ્રોગ્રામના વડા માઇક રિયાને જણાવ્યું હતું કે વિશ્વભરના રિસર્ચર્સ ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યા છે. જેથી રસી બનાવી શકાય. પરંતુ આ વર્ષના અંત સુધીમાં આ રસી બજારમાં ઉપલબ્ધ થશે નહીં.

માઇક રિયાને જણાવ્યું હતું કે જે પણ રસી આવશે તે આવતા વર્ષે એટલે કે 2021ના શરૂઆતના મહિનામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે અત્યારે દરરોજ કોરોનાના કેસ સામે આવી છે તે રેકોર્ડ તોડી રહ્યું છે. માઇક હાલમાં WHOની એ ટીમના વડા છે જે જોશે કે વિશ્વના તમામ દેશોને યોગ્ય સમયે રસી યોગ્ય માત્રામાં મળે. રિયાને કહ્યું કે અત્યારે વિશ્વભરના વૈજ્ઞાનિકો ઝડપથી રસી બનાવવામાં વ્યસ્ત છે. તેઓ શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે.

WHOએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ક્યારેય એવી રસીને સમર્થન આપશે નહીં, જે ઉતાવળમાં વિકસિત કરવામાં આવી હોય અને પ્રભાવશાળીની સાથે સલામત સાબિત ના થઇ હોય. ડબ્લ્યુએચઓનું કહેવું છે કે હાલમાં 37 રસી ક્લિનિકલ ટ્રાયલ્સના વિવિધ તબક્કામાં છે. ડબ્લ્યુએચઓ લગભગ 188 રસીઓનું નિરીક્ષણ કરી રહ્યું છે અને તેમાંથી કેટલીક ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. 188માંથી 9 અંતિમ તબક્કામાં છે. અંતિમ તબક્કામાં કંપનીઓ હજારો વોલેન્ટિયર પર પોતાની રસીનું પરીક્ષણ કરી રહી છે જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે તે સુરક્ષિત છે.

આંતરરાષ્ટ્રીય

વેકિસનની અસરકારકતા અંગે કોઇ ગેરંટી નથી : WHO

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના વાયરસથી છૂટકારો મેળવવા માટે દુનિયાભરના લોકો કોરોના રસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ આ વચ્ચે વેક્સિનને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેને એક ઝટકો આપ્યો છે. WHOના પ્રમુખ ટ્રેડોસ અધનોમે એક નિવેદનમાં કહ્યું કે, કોવિડ 19 માટે જે વેક્સિન પર કામ ચાલી રહ્યું છે, તેની કોઈ ગેરંટી લઈ શકાતી નથી કે તે કામ કરશે કે નહીં.

WHOના ચીફે એક વર્ચ્યુઅલ પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, અમે તેની કોઈ ગેરંટી નથી આપી શકતાં કે દુનિયાભરમાં જે વેક્સિન વિકસિત કરવામાં આવી રહી છે, તે વાસ્તવમાં કામ કરશે. અમે અનેક વેક્સિન કેન્ડિડેટ્સને ટેસ્ટ કરીએ છીએ. વધારે આશા એ છે કે, આપણને એક સુરક્ષિત અને પ્રભાવશાળી વેક્સિન મળી જશે. આગળ તેઓએ કહ્યું કે, અત્યારે લગભગ 200 વેક્સિન ક્લિનિકલ અને પ્રી ક્લિનિકલ ટેસ્ટિંગમાં છે. વેક્સિન નિર્માણનો ઈતિહાસ આપણને જણાવે છે કે અમુક વેક્સિન સફળ રહે ઠે તો અમુક નિષ્ફળ પણ રહે છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

વિશ્વના આ દેશોમાં વસ્તી વધારવા સરકાર આપે છે અનેક લાભો

જાણો કયા છે આ દેશો અને વસ્તી વધારવા શું કરે છે સરકાર ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારત જેવા દેશ વસ્તી નિયંત્રણની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. તો બીજી તરફ જાપાન, ઇટલી, એસ્તોનીયા જેવા દેશો ઘટતી જતી વસ્તીને લઇને અત્યંત ચિંતિત બન્યા છે. એટલું જ નહીં આ દેશોએ પોતાના દેશમાં વસ્તી વધારવા માટે પ્રોત્સાહક યોજનાઓ પણ જાહેર કરી છે. જેમ કે જાપાન સરકાર લગ્ન કરનારને સવા ચાર લાખ રૂપિયા આપે છે. જ્યારે ઇટલીમાં દરેક બાળકના જન્મ દિઠ સરકાર 70 હજાર રૂપિયા આપે છે. તો બીજી તરફ એસ્તોનીયામાં જન્મદર વધારવા માટે સરકાર નોકરી કરનારને દોઢ વર્ષ સુધી સંપૂર્ણ પગાર સાથે રજા આપે છે.

જાપાનમાં સરકારે ઘર વસાવીને લગ્નજીવન શરૂ કરવા ઈચ્છુક યુગલોને છ લાખ યેન એટલે કે આશરે રૂ. સવાચાર લાખ સુધીની રકમ આપવાની જાહેરાત કરી છે. આ પ્રોત્સાહક રકમ આપવાનો હેતુ લોકો લગ્ન કરીને ઝડપથી બાળકો પેદા કરે અને દેશમાં ઝડપથી ઘટતા જતા જન્મદર પર કાબૂ મેળવી શકાય એ છે. આ માટે જાપાન સરકાર એપ્રિલમાં મોટે પાયે જાહેર કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે.

ગયા વર્ષે જાપાનમાં ઐતિહાસિક રીતે સૌથી ઓછા 8,65,000 બાળકોને જન્મ થયો હતો. આ જન્મની તુલનામાં મૃત્યુનો આંકડો 5.12 લાખથી વધુ હતો. આ પણ જન્મ અને મૃત્યુમાં અત્યારસુધીનો સૌથી મોટો ફર્ક છે. સરકારને આશા છે કે આ વર્ષે જન્મદર ગયા વર્ષના 1.42%થી થોડો વધુ 1.8% સુધી રહેશે. જાપાનની વસતિ 12.68 કરોડ છે. વસતિની દૃષ્ટિ જાપાન વિશ્વનો સૌથી વૃદ્ધ દેશ છે.

જાપાન પછી ઈટાલી બીજો દેશ છે, જ્યાં ઝડપથી જન્મદર ઘટી હ્યો છે. અહીં દરેક યુગને એક બાળકના જન્મ વખતે સરકાર તરફથી રૂ. 70 હજારની પ્રોત્સાહક રકમ અપાય છે. આ સાથે એક યુરો એટલે કે 80 રૂપિયામાં ઘર અને વેપાર શરૂ કરવાની સુવિધા પણ અપાય છે.

યુરોપના એસ્તોનિયા દેશમાં જન્મદર વધારવા માટે નોકરી કરનારને દોઢ વર્ષ સુધી સંપૂર્ણ વેતન સાથે રજા અપાય છે. આ સાથે ત્રણ બાળક ધરાવતા પરિવારને દર મહિને 300 યુરો એટલે કે આશરે રૂ. 25 હજારનું બોનસ પણ મળે છે.

ઈરાનમાં પુરુષોની નસબંધી પર પ્રતિબંધ છે. અહીં ગર્ભનિરોધક દવાઓ પણ ફક્ત એ જ મહિલાઓને અપાય છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

નેપાળને પીઠ પાછળ ખંજર ભોકી ચીન એ નેપાળ માં 9 બિલ્ડીંગ ખડકી

નેપાળને પીઠ પાછળ ખંજર ભોકી ચીન એ નેપાળ માં 9 બિલ્ડીંગ ખડકી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ચીનની વિસ્તારવાદી નીતિ નેપાળમાં અવિરત ચાલુ જ છે. છેલ્લાં કેટલાંક સમયથી નેપાળ ચીનની પડખે જઇને બેઠું છે પરંતુ ડ્રેગને તેની પીઠ પાછળ ખંજર ભોંકવાનું ચાલુ રાખ્યું છે. જી હા ભારતની સાથે સરહદ વિવાદમાં ફસાયેલું ચીન ઠંડીની સીઝન અને નેપાળી સુરક્ષાકર્મીઓની ગેર હાજરીનો ફાયદો ઉઠાવીને નેપાળની જમીન પર ધીમે-ધીમે કબ્જો કરી રહ્યું છે.

આ વખતે મામલો નેપાળના હુમ્લા જિલ્લાનો છે. આ જિલ્લાના નામ્ખા ગામમાં ચીને ચૂપચાપ રીતે ભવનનું નિર્માણ કરી લીધું છે. ભવન પણ એક-બે નહીં પરંતુ પૂરા 9 મોટા-મોટા ભવન બનાવી લીધા છે. ચીનની હિમાકત માત્ર અહીં સુધી જ સીમિત નથી. જે જગ્યા પર તેણે ભવનોનું નિર્માણ કર્યું છે તેની આસપાસ નેપાળના નાગરિકોનો પ્રવેશ પણ નિષેધ કરી દીધો છે.

આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગામપાલિકાના અધ્યક્ષ વિષ્ણુ બહાદુર લામા સરહદી વિસ્તાર ક્ષેત્રમાં ફરતા હતા. તેમણે કહ્યું કે લિમી ગામના લાપ્ચા ક્ષેત્રમાં ચીની સેનાની એક સાથે 9 બિલ્ડિંગનું નિર્માણ કામ લગભર પૂરી થઇ ગયું છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ