Connect with us

રાષ્ટ્રીય

ઉતર ભારતમાં કેન્દ્ર સરકારની વિરૂધ્ધમાં ખેડૂતોના આંદોલન શા માટે ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશના ઉતર વિસ્તારમાં આવેલાં પંજાબમાં કોંગ્રેસ શાસિત અને હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ બંન્ને રાજયોમાં કેન્દ્ર સરકાર વિરૂધ્ધ ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત જુનની પાંચમી તારીખે કેન્દ્ર સરકારે ખેતીને લગતાં ત્રણ વટહુકમોને કાયદાનું સ્વરૂપ આપવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી.

કેન્દ્ર સરકારે સંસદના વર્તમાન ચોમાસું સત્રમાં આ સપ્તાહે ખેતીને લગતાં ત્રણ બીલ રજુ કર્યા છેે. આ ત્રણ પૈકી એક બીલ લોકસભામાં મંજૂર પણ થઇ ગયું છે. કેન્દ્ર સરકારના અગાઉના ત્રણ વટહુકમના સ્થાને આ ત્રણ બીલ લાવવામાં આવ્યા છે. ગત મંગળવારે આ ત્રણ પૈકીનું એક બીલ મંજૂર થવાની સાથે સરકારે અન્ય બે બીલ વર્તમાન ચોમાસું સત્રમાં સંસદના બંન્ને ગૃહોમાં મંજૂરી માટે લિસ્ટીંગ કર્યા છે. આ ત્રણ બીલો પૈકી પ્રથમ બીલનું નામ ફાર્મર્સ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલીટેશન) બીજા બીલનું નામ ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ અને પ્રોટેકશન) એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ ઓર્ડિનન્સ અને ત્રીજા બીલનું નામ એસેન્સિયલ કોમોડિટીઝ (સુધારો) ઓર્ડિનન્સ. અગાઉના ત્રણ વટહુકમોના સ્થાને આ ત્રણ બીલ લોકસભામાં મૂકવામાં આવ્યાં છે.

બીજી બાજુ પંજાબ અને હરિયાણાના ખેડૂતો આ ત્રણ બીલનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો વધુ તો પ્રથમ બીલની જોગવાઇઓના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેઓની બધાની માંગણી સરખી નથી અને બે માંથી એકેય રાજયમાં આંદોલનની નેતાગીરી કોઇ ચોકકસ વ્યકિતએ લીધી નથી. આંદોલન કરી રહેલાં ખેડૂતોનો મુખ્ય વિરોધ ટ્રેડ એરિયા, ટ્રેડર, વિવાદ માટેનો ઠરાવ અને માર્કેટ  ફી ના મુદ્દાઓ પર છે. આ તમામ મુદ્દાઓ પ્રથમ બીલ સાથે સંકળાયેલા છે.  આ બીલમાં ટ્રેડ એરિયા તરીકે હાલના દેશભરના તમામ માર્કેટ યાર્ડ નો સમાવેશ કરવામાં આવ્યો નથી. સરકારની દલીલ એવી છે કે, માર્કેટ યાર્ડની બહારના વિસ્તારોનો આમાં બજારો તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. તેનાથી ખેડૂતોને નવા બજાર વિસ્તારો પસંદ કરવાની સ્વતંત્રતા મળશે. બીજી બાજુ ખેડૂતો એમ કહે છે કે, યાર્ડની બહાર વેપારને લઇ જવાથી મોટા ઉદ્યોગ ગૃહો અને કંપનીઓ ખરીદદાર તરીકે આ ક્ષેત્રમાં પ્રવેશ કરશે. દેશમાં ઘણા વર્ષો થી સેકડો ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કરીને માર્કેટ યાર્ડની પધ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. પરંતુ નવા કાયદાથી માર્કેટ યાર્ડનું કોઇ અસ્તિતવ રહેશે નહિ. આ ખેડૂતોએ દિલ્હીના જંતર મંતર પર આંદોલન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આજે ગુરૂવારની સવાર સુધી હજુ જંતર મંતર પર આંદોલનની પરવાંગી મળી નથી. સરકારના કહેવા પ્રમાણે કોઇ પણ પાનકાર્ડ ધરાવતો વેપારી નિર્ધારીત ટ્રેડ એરિયામાં ખેડૂતોના ઉત્પાદન ખરીદ કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વેપારી યાર્ડ માંથી પણ ખરીદી કરી શકે અને યાર્ડની બહાર થી પણ ખરીદી કરી શકે. ખેડૂતો એવો પ્રશ્ર્ન કરે છે કે યાર્ડની બહાર આ રીતે ટ્રેડર ખરીદી કરે તો ખેડૂતો તે વેપારીનો ભરોસો કઇ રીતે કરી શકે ? ખેતી સાથે સંકળાયેલા નિષ્ણાંતો ના જણાવ્યા પ્રમાણે, હાલની પધ્ધતિમાં ખેત ઉત્પાદનમાં ખરીદ વેચાણમાં માર્કેટ યાર્ડ હસ્તક કમિશન એજન્ટોની ભુમિકા ખુબજ મહત્વની છે. મોટાં ભાગના ખેડૂતો પોતાના મોટા ભાગના ખેત ઉત્પાદનો કમિશન એજન્ટ મારફત વેચાણ કરે છે. આ ખેડૂતો સીધાં જ વેપારીઓને કયા વિશ્ર્વાસે પોતાના ઉત્પાદનો વેચે? એવો પશ્ર્ન ખેડૂતો દ્વારા તથા ખેડૂતોના આગેવાનો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય

કોરોનાકાળની સૌથી મોટી ચુંટણીનું એલાન

બિહાર વિધાનસભાની ચુંટણીનો કાર્યક્રમ જાહેર : ત્રણ તબક્કામાં મતદાન, 10 નવેમ્બરે પરિણામ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતના ચુંટણી પંચ દ્વારા કોરોના કાળની સૌથી મોટી ચુંટણીનું આજે એલાન કરવામાં આવ્યું છે. મુખ્ય ચુંટણી કમિશનર સુનીલ અરોરાએ બિહાર વિધાનસભાની ચુંટણીની સતાવાર જાહેરાત જે મુજબ 3 તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં 28 ઓક્ટોબરે 71 બેઠકો પર ચૂંટણી યોજાશે. જેમાં 16 જિલ્લા, 31 હજાર પોલિંગ બૂથ હશે. બીજા તબક્કામાં 3 નવેમ્બરે 94 બેઠકો પર મતદાન થશે. જેમાં 17 જિલ્લા, 42 હજાર પોલિંગ બૂથ હશે. ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરે 78 બેઠકો પર મતદાન યોજાશે. જેમાં 15 જિલ્લા, 33.5 હજાર પોલિંગ બૂથ હશે. 10 નવેમ્બરે પરિણામ આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોરોના સંકટના કારણે દુનિયાના 70 દેશોમાં ચૂંટણીને ટાળી દેવાઈ છે. કોરોના સંકટ વચ્ચે બિહાર અને પેટાચૂંટણી અંગે સતત મંથન કરવામાં આવ્યું. બિહાર ચૂંટણી દેશના સૌથી મોટા રાજ્યોમાં અને આ ચૂંટણી કોરોના કાળમાં સૌથી મોટી ચૂંટણી છે.

 

  • બિહારમાં કુલ 243 બેઠકો પર ચૂંટણી યોજાશે, રાજ્યમાં 29 નવેમ્બર સુધી વિધાનસભાનો કાર્યકાળ છે. આ વખતે પોલિંગ સ્ટેશનની સંખ્યા અને મેનપાવર વધારવામાં આવ્યો છે. બિહારમાં 2020ની ચૂંટણીમાં સાત કરોડથી વધુ મતદાતા મતદાન કરશે. આ વખતે એક બૂથ પર માત્ર એક હજાર મતદાતા જ હશે.
  • આ વખતે ચૂંટણીમાં 6 લાખ PPE કીટ રાજ્ય ચૂંટણી પંચને આપવામાં આવશે, 46 લાખ માસ્કનો ઉપયોગ પણ થશે.સાત લાખ હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરાશે. સાથે જ 6 લાખ ફેસ શિલ્ડનો પણ ઉપયોગ થશે.
  • અમે ઈચ્છતા હતા કે લોકોનો લોકતાંત્રિક અધિકાર જળવાઈ રહે છે. તેમના સ્વાસ્થ્યની પણ અમારે ચિંતા કરવાની હતી. આજ અમે અહીંયા બિહારની ચૂંટણીની જાહેરાત કરવા માટે આવ્યા છીએ. આ કોરોના સમયમાં દેશની જ નહીં પણ દુનિયાની સૌથી મોટી ચૂંટણી યોજાવા જઈ રહી છે.
  • બિહારમાં 243 બેઠકો છે. 38 બેઠકો અનામત છે. અમે એક પોલિંગ બૂથ પર મતદાતાઓની સંખ્યા 1500ની જગ્યાએ 1000 રાખવાનો નિર્ણય કર્યો હતો 2015માં ગત વિધાનસભા ચૂંટણી વખતે 6.7 કરોડ વોટર હતા. હવે 7.29 કરોડ વોટર છે.
  • મતદાનનો સમય એક કલાક વધારી દેવાયો છે. નક્સલ પ્રભાવિત વિસ્તારને બાદ કરતા સામાન્ય વિસ્તારમાં સવારે 7થી સાંજે 5 વાગ્યાની જગ્યાએ સવારે 7 થી સાંજે 6 વચ્ચે મતદાન યોજાશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

કોઇ દસ્તાવેજ વિના માત્ર 3 મિનિટમાં રૂપિયા 50 હજારની લોન !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશની સૌથી મોટી ધિરાણ સંસ્થા એસ.બી.આઇ. એ જાહેરાત કરી છે કે, કોઇ પણ વ્યકિત નાના પાયે પોતાનો ધંધો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતો હોય અને નાણાંની જરૂરીયાત હોય તો મુદ્રા લોન અંતર્ગત એસ.બી.આઇ. પાસે સારી સ્કિમ છે. આ પ્રકારની કોઇ વ્યકિત એસ.બી.આઇ.માં કરંટ અથવા બચત ખાતું ધરાવતી હોય તેને એસ.બી.આઇ. માત્ર 3 મિનિટમાં ઇ-મુદ્રા લોન મંજૂર કરી આપશે. જેમાં 50,000 રૂપિયા સુધીનું ધીરાણ મળવાપાત્ર છે. આ પ્રકારનું ધિરાણ મેળવનાર વ્યકિતએ એસ.બી.આઇ.ની કોઇ પણ શાખાનો સંપર્ક કરવાની જરૂર નથી. ધિરાણ મેળવવા માટે ઘરે બેઠા બેંકને ઓનલાઇન અરજી મોકલાવી આપો. એસ.બી.આઇ. કોઇ પણ પ્રકારના ડોકયુમેન્ટ વિના લોન અરજી ઓનલાઇન મંજૂર કરી આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇ-મુદ્રા લોન નામની આ યોજના માત્ર નાનો કારોબાર ધરાવતાં લોકો માટે જ છે. એ માટે એસ.બી.આઇમાં તમારું ચાલુ અથવા બચત ખાતું ઓછામાં ઓછું 6 મહિના જુનું હોવું જાઇએ. આ લોન માટેની મહતમ સમય મર્યાદા 5 વર્ષની હોય છે, પરંતુ જો કારોબારી 50,000 થી વધુની લોન મેળવવા ઇચ્છે તો તેણે બેંકની શાખામાં જઇને પ્રક્રિયા પુરી કરવી પડે. આ યોજના અંતર્ગત વધુમાં વધુ 1 લાખ સુધીની લોન મળી શકી છે.

50,000 થી વધુ રકમની લોન અરજી કરનારે પોતાના વ્યવસાયનું પ્રમાણ પત્ર રજુ કરવું પડે. આ ઉપરાંત બેંક એકાઉન્ટ આધાર સાથે લીંક અપ હોવું જોઇએ. અને જે લોકો અનામતમાં આવતા હોય તેઓએ જાતિ પ્રમાણપત્ર પણ રજુ કરવાનું રહેશે. હાલના કોરોના તથા લોકડાઉન કાળમાં નાના ધંધાર્થીઓને જે આર્થિક તકલીફો ઉભી થઇ છે. તેમાંથી ધંધાર્થીઓને રાહત મળે તે માટે એસ.બી.આઇ. દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

દેશભરના લાખો કર્મચારીઓને સરકારે આપી 5 ભેટ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કેન્દ્ર સરકારે દેશભરના લાખો કર્મચારીઓને ગત બુધવારે એક સાથે પાંચ ભેટ આપી છે. આ તમામ ભેટ શ્રમ સુધારાઓ સાથે જોડાયેલી છે. બુધવારે સંસદે શ્રમ સુધારાઓ સાથે જોડાયેલા ત્રણ મુખ્ય ખરડાઓને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરીને કારણે દેશના અસંગઠીત ક્ષેત્રમાં નોકરીઓ કરી રહેલા લાખો કર્મચારી માટે મહત્વની સુવિધાઓ શરૂ થશે.

ESIC ના ટુંકા નામે ઓળખાતા કર્મચારી રાજય વિમા નીગમ હેઠળ વધુને વધુ સંભવિત કર્મચારીઓને સ્વાસ્થ્ય સુરક્ષાનો અધિકાર આપવા માટેનો સરકારે ખરડામાં પ્રયાસ કર્યો છે. અત્યાર સુધી આ સુવિધા દેશના માત્ર 566 જિલ્લાઓમાં કર્મચારીઓ માટે ઉપલબ્ધ હતી. હવે આ સુવિધા દેશના તમામ 740 જિલ્લાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ઉપરાંત કેટલાંક ક્ષેત્રો એવો હોય છે કે, જેમાં કામ કરતાં કર્મચારીઓ જોખમી કામગીરી સાથે સંકળાયેલા હોય છે. આવા એકમો અને કંપનીઓએ ફરજીયાત રીતે કર્મચારી રાજય વિમા નિગમ સાથે જોડાવાનું રહેેશે. ધારોકે આવા કોઇ એકમમાં માત્ર એક જ કર્મચારી છે તો પણ તેણે વિમા નિગમ સાથે ફરજીયાત જોડાવાનું રહેશે. આ ઉપરાંત વિમા નિગમના સંભ્ય બનવા માટેનોદ વિકલ્પ 10 થી ઓછાં કર્મચારીઓ ધરાવતા એકમોને પણ આપવામાં આવ્યો છે.
આ સાથે જ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે, ઇપીએફઓ ના છત્ર હેઠળ 20 કામદારો વાળા તમામ એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઇ એકમ 20 થી ઓછા કામદારો ધરાવતું હોય તેઓને પણ ઇપીએફઓ માં સભ્ય બનવા માટેનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

કોઇ પણ કામદારે રોજગાર મેળવવા માટે એ જાણવું જરૂરી હોય છે કે, કયાં એકમમાં કામદારોની કેટલી જગ્યા ખાલી છે. આ બાબત નિશ્ચિત કરવા માટે સરકારે 20 અથવા 20 થી વધુ કામદારો ધરાવતા તમામ એકમો માટે એ બાબત ફરજીયાત કરી છે કે, પોતાના એકમમાં કેટલા કામદારોની જગ્યાઓ ખાલી છે? તેની જાહેરાત આ એકમ દ્વારા કરવામાં આવે. આ જાહેરાત એકમોએ ઓનલાઇન પોર્ટલ પર પણ મુકવાની રહેશે.

આ ઉપરાંત દરેક કંપનીઓએ અમુક ચોકકસ ઉંમર કરતાં વધુ ઉંમર ધરાવતા તમામ કામદારો માટે વર્ષમાં એક વખત વિના મુલ્યે આરોગ્ય ચકાસણી કરાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ સાથે જ એકમોએ પોતાના કામદારોને નિમણુંક પત્ર આપવાનો રહેશે. કામદારોને આ પ્રકારનો પત્ર મેળવવાનો કાનુની અધિકાર આપવામાં આવ્યો છે. શ્રમ સુધારાઓ સાથે સંકળાયેલી આ બધી બાબતોને બાબતે કારણે આગામી સમયમાં કામદારોની જીંદગીમાં નવા પરિવર્તનો નવી સુવિધાઓને કારણે આવશે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ