Connect with us

રાજ્ય

આઈઆઈએમ (અમદાવાદ) તથા ગુજરાતની એક આર્કિટેકટ કંપની મજૂરોના નાણાં મામલે ચર્ચામાં શા માટે ?

આઈઆઈએમ (અમદાવાદ) તથા ગુજરાતની એક આર્કિટેકટ કંપની મજૂરોના નાણાં મામલે ચર્ચામાં શા માટે ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ધ લલનટોપ નામના ન્યૂઝ પોર્ટલમાં અભિષેક નામના પત્રકારે એક અહેવાલ બનાવ્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઈન્ડિયન ઈન્સ્ટીટયૂટ ઓફ મેનેજમેન્ટ (અમદાવાદ) તથા ગુજરાતની એક આર્કિટેકટ કંપની અને કેટલાંક શ્રમિકો વચ્ચે વેતન મામલે વિવાદ સર્જાયો છે.

આ શ્રમિકોના વકીલે આઈઆઈએમને નોટિસ મોકલાવી છે. નોટિસમાં જણાવ્યા પ્રમાણે, આ શ્રમિકો આઈઆઈએમની નવી બિલ્ડિંગ બનાવવાના કામમાં રોકાયેલા હતાં દરમિયાન લોકડાઉનનો અમલ શરૂ થયો છે. આ શ્રમિકોને બે મહિનાનું વેતન નથી મળ્યું એવું જણાવાયું છે. આ શ્રમિકો અન્ય સ્થળેથી આવીને અહીં કામમાં જોડાયા હતાં. હવે તેઓ પરત પોતાના વતન જઈ શકે એમ નથી. શ્રમિકોના વકીલ આનંદવર્ધન યાજ્ઞિકે આઈઆઈએમના ડાયરેકટર, ગુજરાતના મુખ્યસચિવ, રાજ્યના શ્રમ વિભાગના એડીશ્નલ ચિફ સેક્રેટરી અને ડે. લેબર કમિશનરને આ મુદ્દે નોટિસ મોકલાવી છે.

આઈઆઈએમએ આ નવા બિલ્ડિંગનું કામ એચસીપી ડિઝાઈન નામના કોન્ટ્રાકટરને આપ્યું હતું. આ કોન્ટ્રાકટર દ્વારા શ્રમિકોને કામ પર રાખવામાં આવ્યાં હતાં. આ નોટિસમાં આ કોન્ટ્રાકટરને તથા આઈઆઇએમને મુખ્ય નોકરીદાતા તરીકે લેખાવવામાં આવ્યા છે. હાલમાં આ ક્ધસ્ટ્રકશન સાઈટ પર 20 બાળકો અને 25 થી 30 મહિલાઓ મોજૂદ છે. તેઓને અનાજ આપવામાં આવી રહ્યું છે. આ શ્રમિકોએ વિરોધપ્રદર્શન પણ કર્યુ હતું. જે પૈકી અમુક શ્રમિકોની ધરપકડ થઈ છે. જો કે, આ શ્રમિકોને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા નથી એવું કહેવામાં આવે છે.

આ નોટિસમાં જણાવાયું છે કે, એક વર્ષથી અહીં 500 શ્રમિકો કામ કરતા હતાં. આ શ્રમિકો ઝારખંડ અને બંગાળથી આવ્યાં હતાં. આ શ્રમિકોને તેઓના વતનમાં જવા દેવામાં આવતા નથી. આ શ્રમિકો પૈકી બે શ્રમિક કોરોના પોઝિટિવ છે.

આ મામલે આઈઆઈએમના સત્તાવાળાઓએ આ ન્યૂઝપોર્ટલને એમ કહ્યું છે કે, અમે નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવેલા તમામ 23 મુદ્દાઓનો જવાબ આપ્યો છે. આજે 23મી મે એ આ જવાબ રજૂ થશે. જેમાં જણાવાયું છે કે, આ સંસ્થાએ શ્રમિકોને વેતન ચૂકવી દીધું છે. આ ઉપરાંત જવાબમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, કોઇ શ્રમિક પોઝિટિવ જાહેર થયો નથી. કદાચ કોઇ આરોગ્ય સત્તાવાળાઓએ બે શ્રમિકને પોઝિટિવ જાહેર કર્યા હશે તો તે અંગે કોન્ટ્રાકટર કામ કરશે.

રાજ્ય

સિક્કામાં ફાટક વચ્ચે માલગાડી રોકાય જતાં માર્ગો બંધ થયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લાનાં સિક્કા ગામે પંચવટી ફાટક પાસે રેલ્વે પાટા ઉખડી જતા રેલગાડી ફાટક વચ્ચે ઉભી રહી જતાં માર્ગ બંધ થઇ જવા પામ્યો છે.

જામનગર જિલ્લાના સિક્કા ગામે આજે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સિક્કા ગામમાં આવેલ થર્મલ પાવર સ્ટેશનમાં માલગાડી દ્વારા કોલસા માંગાવવામાં આવતાં હોય છે. આજે રાબેતા મુજબ આ માલગાડી સિક્કા પંચવટી ફાટક ક્રોસ કરી રહી હતી. એ દરમિયાન રેલના પાટા ઉખડી જતાં રેલગાડી ફાટકમાં વચ્ચે ઉભી રહી ગઇ હતી. જેના પરિણામે ફાટક બંધ હોય પંચવટી ભગવતી ટીપીએસ મુંગણી ગામ જવાના રસ્તા બંધ થઇ ગયા હતા. એક બાજુ મુશળધાર વરસાદ ચાલું હોય રસ્તાબંધ થઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

વધુ વાંચો

રાજ્ય

કોરોના ભાણવડ તાલુકાના વાનાવડ ગામના પ્રૌઢને ભરખી ગયો

દ્વારકા જિલ્લામાં કોરોનાથી કુલ 3ના મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના અંગે આજ સુધી કુલ 29 નોંધાયા છે. તે પૈકી અગાઉ બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા બાદ આજે ત્રીજું મૃત્યુ નિપજયું છે.

ભાણવડ તાલુકાના વાનાવડ ગામે ગત તારીખ 28 મી જૂનના રોજ સુરતથી જયંતીભાઈ ઝીણાભાઈ રાઠોડ નામના 55 વર્ષના પ્રૌઢ આવ્યા હતા. જેમને કોરોના પોઝિટિવ આવ્યા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. આ પછી ઉપરોક્ત પ્રૌઢના 90 વર્ષનાં માતા પણ કોરોના પોઝિટિવ થતા તેમને હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

ડાયાબિટીસની બીમારી ધરાવતા ઉપરોક્ત પ્રૌઢ જેન્તીભાઇ રાઠોડનું આજરોજ સવારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક ત્રણ થયો છે.

વધુ વાંચો

રાજ્ય

આકાશનો ધરતીને પ્રેમ, ખંભાળિયામાં ખાનાખરાબી

ખંભાળિયામાં 8 કલાકમાં 18 અને 24 કલાકમાં કુલ 19.48 ઇંચ વરસાદ !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે મેઘરાજાએ મનમુકીને વરસવાની સાથે તેમનું રૌદ્ર સ્વરૂપ પણ દેખાડ્યું હતું. આ સાથે ખંભાળિયા પંથકમાં સાંબેલાધારે સાંજે બે કલાકમાં બાર ઈંચ સહિત 21 ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતા અનેક સ્થળોએ ખાના-ખરાબીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખંભાળિયા શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ત્રાટકેલા આ મુશળધાર વરસાદે વ્યાપક ખાનાખરાબી સર્જી દીધી હતી. ગાજવીજ અને પવન સાથે વરસેલા વરસાદથી લોકોમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું.

 

 

 

 

 

 

 

ખંભાળિયા તાલુકામાં ગઈકાલે રવિવારે સવારથી ઘટાટોપ વરસાદી વાતાવરણ વચ્ચે સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જે બપોરે ત્રણેક વાગ્યે ટોપ ગિયારમાં આવી જતા મુશળધાર વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. આટલું જ નહીં, ગઈકાલે સાંજે વંટોળિયા જેવા પવન તથા ગાજવીજ સાથે ત્રાટકેલા બે કલાકમાં બાર ઈંચ વરસાદથી ઠેર ઠેર પુરના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અનેક લોકોની ઘરવખરી ડૂબી ગઈ હતી.

 

 

 

 

 

 

 

 

ખંભાળિયાના પોશ વિસ્તાર એવા રામનાથ સોસાયટી તથા નજીકના નારાયણનગર વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. જેના પગલે નારાયણનગરના એક વિસ્તારમાં કમરબુડ પાણીથી ત્રણ મોટરકાર ડૂબી ગઈ હતી. એટલું જ નહીં, આ વિસ્તારના કેટલાક નિચાણવાળા ભાગોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આજ રીતે અહીંના શક્તિનગર તથા બંગલાવાડી વિસ્તાર તથા ગોવિંદ તળાવના નીચાણવાળા વિસ્તારોમાં ઉપરવાસથી વિપુલ પ્રમાણમાં પાણી આવતા આશરે 50 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ જ રીતે અહીંના યોગેશ્ર્વરનગર વિસ્તારમાં પણ અને ઘરોમાં પાણી ભરાઈ જતા આ વિસ્તારના રહીશો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.

 

 

 

 

 

 

 

ખંભાળિયા પંથકમાં ગઇકાલે સવારથી શરૂ થયેલા વરસાદ મોડી રાત્રી સુધી અવિરત રીતે વરસ્યો હતો બપોરે તથા રાત્રીના સમયે થોડો થોડીવાર મેઘરાજાએ પોરો ખાધા બાદ આજે સોમવારે સવારે પણ હજુ વરસાદી વાતાવરણ યથાવત અને સવારે 6 થી 10માં ઝરમર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે ખંભાળિયામાં આશરે બે ડઝન જેટલા જવાનો તથા આધુનિક શસ્ત્રસરંજામ સાથે એનડીઆરએફની ટુકડી પણ બોલાવવામાં આવી છે. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે સવારથી શરૂ થયેલા આ વરસાદે આજે સવારે દસ વાગ્યા સુધીમાં 490 મીટર (24 ઇંચ ) પાણી વરસાવી દીધું હતું આ સાથે મોસમનો કુલ વરસાદ 775 મીમી નોંધાયો છે.

 

 

 

 

 

 

 

 

આ મુશળધાર વરસાદ તથા ગાજવિજના પગલે અહીંની રામનાથ સોસાયટી, ગાયત્રીનગર, ચાર રસ્તા, વિગેરે વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જેના કારણે અહીંના નગર ગેઈટ, નવાપરા, જોધપુર ગેઈટ, વગેરે વિસ્તારોમાં સાંજે પાંચેક કલાક સુધી વીજપુરવઠો ખોરવાઈ જતાં નગરજનોમાં ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.

ગઈકાલે આ એક મેઘસવારી દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં અવિરત રીતે વરસી હતી. કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે સમયગાળામાં 11 ઈંચ (355 મી. મી.) સાથે મોસમનો કુલ 725 મીમી વરસાદ વરસી ગયો હતો. આ સાથે દ્વારકામાં 11 ઈંચ (272 મીમી) સાથે મોસમનો કુલ વરસાદ ચાલુ 17 ઈંચ (420 મીમી) નોંધાયો છે. જ્યારે ભાણવડ તાલુકામાં 7 ઈંચ (182 મીમી) સાથે મોસમનો કુલ વરસાદ 367  મીમી થયો છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ