Connect with us

આંતરરાષ્ટ્રીય

WHOની ચેતવણી : કોરોના મૌસમી નથી, દરેક ઋતુમાં રહેશે

કોઇપણ પ્રકારની લાપરવાહી નહી ચાલે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના વાયરસ પર WHOએ એકવાર ફરી લોકોને ચેતવ્યા છે. WHOનું કહેવું છે કે લોકોએ કોઇપણ પ્રકારનાં ભ્રમમાં ના રહેવું જોઇએ કે કોરોના વાયરસ એક મોસમી બીમારી છે જે ઋતુ બદલાતા ઓછી થઈ જશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પ્રવક્તા માર્ગરેટ હૈરિસે એક વર્ચ્યુઅલ બ્રીફિંગમાં કહ્યું કે કોરોના વાયરસ મહામારી એક મોટી લહેર છે. હૈરિસે ઉત્તર ગોળાર્ધમાં ગરમીનાં હવામાનમાં આ વાયરસને લઇને કોઈપણ પ્રકારની લાપરવાહી ના કરવાની ચેતવણી આપી છે.

હૈરિસે કહ્યું કે, કોરોના વાયરસ કોઈ સામાન્ય ઇન્ફ્લૂએન્ઝા જેવો નથી જે ઋતુ બદલવાની સાથે ઓછો થઈ જાય. WHOનાં અધિકારીઓએ હોંગકોંગમાં ફરીવાર કોવિડ-19નાં વધી રહેલા કેસોને લઇને પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ માણસોનાં નિયંત્રણની બહાર છે, જો કે આપણે એક સાથે મળીને આને ફેલાતો રોકી શકીએ છીએ. હૈરિસે કહ્યું કે, “આપણે અત્યારે કોરોના વાયરસની પહેલી લહેરનો સામનો કરી રહ્યા છીએ. આ એક મોટી લહેર બનવાની છે જે ઉપર-નીચે જઇ રહી છે, પરંતુ સૌથી સારી વાત એ છે કે આપણે આ કર્વને ફ્લેટ કરી શકીએ છીએ.”

હૈરિસે કહ્યું કે, લોકો અત્યારે પણ આને મોસમી બીમારી તરીકે જોઇ રહ્યા છે. આપણે બધાએ એ સમજવાની જરૂર છે કે આ એક નવો વાયરસ છે, જે અલગ રીતે વ્યવહાર કરી રહ્યો છે અને આ વાયરસ દરેક મોસમમાં રહેવાનો છે.

આંતરરાષ્ટ્રીય

વિશ્વનો પહેલો દેશ જે મહિલાઓને મફત આપશે ‘પિરિયડ પ્રોડકટ્સ’

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સ્કોટલેન્ડ વિશ્વનો પહેલો દેશ બન્યો છે જ્યાં “પિરિયડ પ્રોડક્ટ્સ” ને નિશુલ્ક કરી દેવામાં આવ્યા છે. આ ઐતિહાસિક નિર્ણય ચાર વર્ષના અભિયાન બાદ લેવામાં આવ્યો છે. જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં હજી પણ ઘણી ભ્રાંતીઓ અને રૂઢિચુસ્ત પરંપરાઓ રહેલી છે, સ્કોટલેન્ડએ એક દ્રષ્ટાંત બેસાડ્યું છે. દેશમાં સર્વસંમતીથી પીરિયડ પ્રોડક્ટ (ફ્રી પ્રોવિઝન) (સ્કોટલેન્ડ) એક્ટ પસાર કરી દેવામાં આવ્યો.

આ દાયદા હેઠળ સ્થાનિક વહીવટી તંત્રએ પિરિયડ પ્રોડક્ટમને ફ્રિમાં ઉપલબ્ધ કરાવવી પડશે, આ નોર્થ આયરશાયર જેવી કાઉન્સિંલ પહેલાથી જ કરવામાં આવતા કામ પર આધારીત કરવું પડશે, આ પહેલાથી જ ફ્રી ટૈપોન અને સેનેટરી ટાલ જાહેર ઇમારતોમાં વર્ષ 2018થી આપવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું વલણ હકારાત્મક અને વેલકમ કહેવાલાયક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પોતાની વિદેશ નીતિ માટેની ટીમને ઇન્ટ્રોડ્યૂસ કરતી વખતે અમેરિકાના ભાવિ પ્રમુખ જો બાઇડને બે સંકેતો ખૂબ સરસ આપ્યા. આ બંને સંકેતો ખૂબ જ મહત્વના છે.
બાઇડને કહ્યું : અમેરિકા ફરી એક વખત વૈશ્ર્વિક નેતૃત્વની પોઝિશનમાં છે અને સાથીદારોની સાથે કામ કરવાથી તે (અમેરિકા) સૌથી વધુ શકિતશાળી બન્યું છે. બાઇડનની આ વાત આવકારપાત્ર છે. વિશ્ર્વ જે કોઇ સમસ્યાઓ અનુભવે છે. તેનાં સામના માટે બહુરાષ્ટ્રીય નેતૃત્વ અસરકારક ભૂમિકા ભજવી શકે.
આક્રમક અને પારંપરિક ચીનની સરખામણીએ આ બાબતમાં USA હંમેશા આગળ રહ્યું છે. અમેરિકાની પાછલાં 4 વર્ષની નીતિઓને કારણે ચીનને ફાયદો થયો છે, ચીન વિશ્ર્વની બીજી સૌથી મોટી આર્થિક સતા હોવાના કારણે ટ્રમ્પની ગેરહાજરીમાં ચીન વિશ્ર્વના નેતૃત્વ માટે કમરકસી રહ્યું છે ત્યારે બાઇડનનું આ નિવેદન મહત્વનું બની રહેશે. ટ્રમ્પ દ્વારા અમેરિકાને જે સ્થિતિમાં મૂકવામાં આવ્યું છે તેમાંથી બહાર નીકળવું બાઇડન માટે અનિવાર્ય છે.
જે દેશો કાયદાઓને માન આપે છે, ક્ષેત્રિય સાર્વભૌમત્વને માનની નજરોથી જૂએ છે તેઓ સ્વાભાવિક રીતે જ ચીનથી દૂર રહેવાનું પસંદ કરે છે. જો કે, અમેરિકા રાતોરાત આ ચમત્કાર ન કરી શકે. પરંતુ તે દિશામાં ઝડપથી આગળ જરૂર વધી શકે.
RCEP નાં સંદર્ભમાં જાપાન તથા દક્ષિણ કોરિયા જેવાં દેશોનું ચીન પ્રત્યેનું વલણ પણ મહત્વનું છે. ન્યૂઝીલેન્ડ તથા ઓસ્ટ્રેલિયા જેવાં દેશો પણ RCEP મુદ્દે અમેરિકાની સાથે છે.
ટ્રમ્પ શાસન દરમિયાન ચીન સાથેનો અમેરિકાનો વ્યવહાર અન્ય રીતે ભલે યોગ્ય હોય પરંતુ ટ્રમ્પશાસને સાથીદેશોને સાથે રાખવાને બદલે પોતે જ આગળ વધવાનું વલણ દાખવ્યું હતું. બાઇડને આ સંક્રાન્તિકાળમાં સાથીદારો પાસે સહયોગનું મન બનાવ્યું છે. આ સ્થિતિમાં ભારત પણ USA સાથે વ્યૂહાત્મક ટ્રેડ ડીલ કરી શકે છે. એકંદરે બાઇડનનો એપ્રોચ વેલકમ કરવા યોગ્ય અને સરખામણીએ હકારાત્મક છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

જીનપીંગને ફરી ચડ્યો યુધ્ધનો ઉન્માદ, લશ્કરને કહ્યું કરો તૈયારી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ચીની પ્રમુખ શી જીનપીંગે ચીનના લશ્કરને હાકલ કરી હતી કે વાસ્તવિક યુદ્ધ ખેલાઇ રહ્યું હોય એ રીતે તૈયારી અને પ્રેક્ટિસ કરો. યુદ્ધ જીતવાની તમારી ક્ષમતા વધારી દો.

ચીનના શાસક પક્ષ સામ્યવાદી પાર્ટીએ 2027 સુધીમાં અમેરિકી લશ્કરની બરાબરી કરી શકે એવી તૈયારી પિપલ્સ લિબરેશન આર્મી કરે એવી યોજના બનાવી હતી. જીનપીંગે કહ્યું કે ચીની લશ્કરે યુદ્ધ જીતવાની ક્ષમતા પૂરી કરવી જોઇએ.

તાજેતરમાં જીનપીંગે કહ્યું હતું કે ચીની લશ્કરે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને બીજી લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોઇ પણ યુદ્ધ જીતવાની પોતાની ક્ષમતાને મહત્તમ વધારવી જોઇએ. વિશ્વના સૌથી બળવાન લશ્કરોમાં ચીની લશ્કરની ગણતરી થવી જોઇએ.

67 વર્ષના જીનપીંગ ચીનના શાસક પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇનાની કાર્યકારી સમિતિના વડા હોવા ઉપરાંત ચીની સેન્ટ્રલ મિલિટરી કમિશનના વડા પણ છે. ચીનના 20 લાખ માનવબળ વાળા લશ્કર પર આ કમિશન પૂરેપૂરો કાબુ ધરાવે છે.

ચીની સમાચાર સંસ્થા શિંહુઆના એક અહેવાલ મુજબ જીનપીંગે લશ્કરને સંબોધીને કહ્યું હતું કે તમારે ક્ષમતા વધારવા ઉપરાંત યુદ્ધના વ્યૂહને પણ સંજોગોને અનુરૂપ તૈયાર કરવા જોઇએ. રણનીતિ ગમે તે સંજોગોમાં પણ ચીની લશ્કરને વિજય અપાવે એવી ઘડવી જોઇએ.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ