જામનગરના ખીજડીયા બાયપાસ નજીક બે દિવસ પહેલાં એક આઇ ટવેન્ટી કાર ઝડપાઇ ગઇ હતી. આ કારમાંથી શરાબની 393 બોટલ પેરોલ ફર્લો સ્કવોડે શોધી કાઢી હતી. શરાબનો આ જથ્થો બિનવારસુ મળ્યો હોવાનું જે-તે સમયે જાહેર કરવામાં આવ્યું હતું.
કચ્છના જિલ્લામથક ભુજથી મળતો રિપોર્ટ જણાવે છે કે, જીજે-12-ડીએમ-9776 નંબરની આ આઇ ટવેન્ટી કાર કચ્છના નટુભા સુલતાનસિંહ ગોહિલના નામે નોંધાયેલી છે. જોકે, કારનો ચાલક પોલીસના હાથમાં આવ્યો ન હતો. જામનગર પોલીસ આ કારના ચાલકને શોધી રહી છે. અને શરાબનો આ જથ્થો જામનગરમાં ડિલેવરી આપવાની હતી કે કેમ? વગેરે દિશામાં તપાસ ચલાવી રહી છે.