Connect with us

મનોરંજન

જ્યારે આ દિગ્ગજ અભિનેત્રીને હિરોએ જબરજસ્તી કિસ કરી હતી

આ અભિનેત્રીનો આજે છે 65મો જન્મદિવસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આજે જુના જમાનાની દિગ્ગજ અભિનેત્રી રેખાનો જન્મદિવસ છે. 10 ઓક્ટોબરે રેખા 65 વર્ષના થયા. તેની જિંદગી ઘણી ઉતાર-ચડાવ વાળી રહી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેખાને 54 વર્ષ પૂરા થઇ ગયા છે પણ તેમનો ફિલ્મી સફર સરળ રહ્યો ન હતો. ઇન્ડસ્ટ્રીમાં બાળ કલાકાર તરીકે રેખાએ 11 વર્ષની ઉંમરે એન્ટ્રી લીધી. ત્યારબાદ 15 વર્ષની ઉંમરે ફિલ્મ ‘અંજાના સફર’માં પણ દેખાયા હતા. આ ફિલ્મ સાથે જોડાયેલો એક કિસ્સો આજે પણ ફેમસ છે.

ફિલ્મના સેટ પર થયેલી એક ઘટનાએ રેખાને અંદરથી હલાવી નાખી દીધા હતા. આ ઘટનાનો ઉલ્લેખ તેમણે તેમની બાયોગ્રાફી ‘રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી’માં પણ કર્યો છે. યાસેર ઉસ્માને લખેલી આ બુકમાં જણાવાયું છે કે 1969માં આવેલી ફિલ્મ ‘અંજાના સફર’નું શૂટિંગ મુંબઈના મહબૂબ સ્ટુડિયોમાં ચાલી રહ્યું હતું. રાજા નવાથે ડિરેક્ટર અને સિનેમેટોગ્રાફર હતા. એક દિવસ ફિલ્મના હીરો બિશ્વજીત અને હિરોઈન રેખાનો એક રોમેન્ટિક સીન શૂટ કરવાનો હતો.

સીનના શૂટિંગ પહેલાંથી તેને લઈને બધી સ્ટ્રેટેજી બનાવી લેવામાં આવી હતી. જેવું ડિરેક્ટરે ‘એક્શન’ કહ્યું, બિશ્વજીતે રેખાને ગળે લગાવી અને તેને કિસ કરવા લાગ્યા. આ જોઈને રેખા સુન્ન થઇ ગયા. તેમને આ સીનમાં કિસ વિશે કોઈએ અગાઉથી જાણકારી આપી ન હતી. કેમેરો ચાલતો રહ્યો, ન ડિરેક્ટરે કટ કહ્યું અને ન બિશ્વજીત અટક્યા. સતત પાંચ મિનિટ સુધી તે રેખાને કિસ કરતા રહ્યા. યુનિટ મેમ્બર્સ આ જોઈને સીટી મારી રહ્યા હતા. રેખાની આંખ બંધ હતી અને તેમાં આંસુ હતા.

મનોરંજન

પ્રીતિ ઝિન્ટાએ 35 દિવસમાં 20 વખત કોરોના ટેસ્ટ કરાવ્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આઇપીએલમાં પંજાબની ટીમની માલકિન પ્રીતિ ઝિન્ટાએ યુએઇમાં 35 દિવસમાં 20 વખત કોરોના ટેસ્ટ કરાવ્યો છે. આવું કરાવીને પ્રીતિએ પોતાને કોવિડ ટેસ્ટ ક્વિન ગણાવી છે.

IPLની 13મી સીઝન દુબઇમાં ચાલી રહી છે જ્યાં કિંગ્સ ઈલવેન પંજાબની માલિક અને એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા પણ ટીમ સાથે હાજર છે. પ્રીતિએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે ખુદને કોવિડ ટેસ્ટ ક્વીન ગણાવી છે. આવું એટલા માટે કે તે દુબઇ પહોંચ્યા પહેલાંથી લઈને 20 ઓક્ટોબર સુધી 20 વખત કોરોના ટેસ્ટ કરાવી ચૂકી છે. દરેક વખત રિઝલ્ટ નેગેટિવ જ આવ્યું છે.

પ્રીતિ 15 સપ્ટેમ્બરથી UAEમાં છે. પ્રીતિએ આ વીડિયો સાથે લખ્યું છે, દરેક મને પૂછે છે કે IPL બાયો બબલમાં હોવાનો અર્થ શું છે. તો હું જણાવવા ઈચ્છું છું કે આ 6 દિવસના ક્વોરન્ટીનથી શરૂ થાય છે. દર 4 દિવસે કોવિડ ટેસ્ટ થાય છે. કોઈ બહાર નથી જતું, તમારો રૂમ, ગાડી, રેસ્ટરાં, જીમ અને સ્ટેડિયમ બસ. ડ્રાઈવર, કુક પણ બાયો બબાલમાં છે. બહારનું જમવાનું, લોકોને મળવાનું બંધ છે. મારા જેવા લોકો માટે આ અઘરું છે પણ હું બધા વોરિયર્સનો આભાર માનું છું જેને કારણે મહામારી વચ્ચે IPL થઇ શક્યો છે.

વધુ વાંચો

મનોરંજન

લંડનમાં શાહરૂખ ખાન અને કાજોલનું સ્ટેચ્યુ મૂકાશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની રિલીઝને 25 વર્ષ પૂરા થતા લંડનના લેસ્ટર સ્કવેરમાં ફિલ્મના લીડ એક્ટર્સ શાહરુખ-કાજોલનું બ્રોન્ઝનું સ્ટેચ્યૂ મૂકવામાં આવશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ અંગેની માહિતી આપી હતી કે આ પ્રતિમાનું અનાવરણ આવતા વર્ષે કરવામાં આવશે. UKમાં કોઈ પણ બોલિવૂડ ફિલ્મનું પહેલી જ વાર આ રીતે સ્ટેચ્યૂ મૂકવામાં આવશે. સ્ટેચ્યૂમાં ફિલ્મનો એક સીન ક્રિએટ કરવામાં આવશે.

શાહરૂખ ખાન અને કાજોલની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના ૨૫ વરસના પૂરા થવા નિમિત્તે લંડનમાં સ્ટેચ્યુ મુકવામાં આવશે. આ પૂતળું ૨૦૨૧માં મુકવામાંઆવશે. આ સ્ટેચ્યુ ભારતના બોલીવૂડનું પ્રતિનિધિત્વ કરતું પહેલુ સ્ટેચ્યુ હશે.

લંડનના લેસ્ટર સ્કેવરમાં દિલવાલે દુલ્હનિયા ફિલ્મની રિલીઝના ૨૫ વરસ પૂરા થયાને કારણે કાજોલ-શાહરૂખનું પૂતળું મુકવામાં આવવાનું છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ ૧૯૯૫માં રિલીઝ થઇ હતી જે સૌથી વધુ ચાલનારી ફિલ્મ બની હતી.

વધુ વાંચો

મનોરંજન

થલાઈવીના સેટ પરની તસવીરો શૅર કરતી કંગના રનૌત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કંગનાએ હાલમાં જ હૈદરાબાદમાં પોતાની આગામી ફિલ્મ ‘થલાઈવી’નું એક શિડ્યૂઅલ પૂરું કર્યું હતું. કંગનાએ સેટ પરની કેટલીક તસવીરો પણ શૅર કરી હતી. આ ફિલ્મ તમિળનાડુના પૂર્વ CM જયલલિતાના જીવન પર આધારિત છે. કંગના લીડ રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ શક્યું નહોતું.કંગના શૅર કરેલી તસવીરોમાં જયલલિતા જેવી જ જોવા મળે છે. બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં કંગના બ્લેક એન્ડ વ્હાઈટ સાડીમાં જોવા મળે છે. તસવીરો શૅર કરીને કંગનાએ કહ્યું હતું, ‘જયા માના આશીર્વાદને કારણે ‘થલાઈવી’નું અન્ય એક શિડ્યૂઅલ પૂરું થઈ ગયું. કોરોનાકાળમાં ઘણું બધું બદલાઈ ગયું છે. જોકે, એક્શન તથા કટની વચ્ચે કંઈ જ બદલાયું નથી. પૂરી ટીમનો આભાર.

કંગનાએ ગયા વર્ષે નવેમ્બરમાં ‘થલાઈવી’નું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મને વિષ્ણુ ઈન્દુરી પ્રોડ્યૂસ કરી રહ્યાં છે જ્યારે ડિરેક્શન એલ વિજયનું છે. 1965થી લઈને 1973 સુધી જયલલિતાએ એમજીઆર સાથે 28 ફિલ્મ્સમાં કામ કર્યું હતું. 1965માં ‘આઈરાથિલ ઓરુવન’ જયલલિતાની એમજીઆર સાથેની પહેલી ફિલ્મ હતી. ‘થલાઈવી’ હિંદી, તમિળ તથા તેલુગુમાં રિલીઝ થશે

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ