Connect with us

વિડિઓ

વિદાયમાન હોય તો આવું

જૂનાગઢના એસ.પી.ને તેમના વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અદ્ભૂત અને અવિસ્મરણીય વિદાયમાન આપ્યું હતું. તાજેતરમાં જ રાજ્યના આઇ.પી.એસ. અધિકારીઓની થયેલી બદલીઓમાં જૂનાગઢના એસ.પી. સૌરભ સિંઘની પણ કચ્છમાં બદલી કરવામાં આવી છે. તેઓએ જ્યારે જૂનાગઢના એસ.પી. તરીકે ચાર્જ છોડ્યો ત્યારે તેમના વિભાગના અધિકારી-કર્મચારીઓએ તેમને ખૂબ જ ભારે હૈયે વિદાય આપી હતી. તેઓ માત્ર જૂનાગઢ પોલીસ વિભાગમાં જ નહીં પરંતુ શહેર-જિલ્લામાં પણ પોતાની ઉત્કૃષ્ઠ કામગીરીને લઇને ભારે લોકપ્રિય બન્યા હતાં. ઓફિસમાંથી વિદાય લઇ રહેલા એસ.પી. પર કર્મચારીઓએ પુષ્પવર્ષા કરી હતી. એટલું જ નહીં તેમની કારને અદ્ભૂત રીતે શણગારી વરસતા વરસાદમાં કારને દોરડા વડે ખેંચી કર્મચારીઓએ ખૂબ જ ભાવભરી વિદાય આપી હતી. સાથી કર્મીઓના આવા અદ્ભૂત ભાવથી એસ.પી. સૌરભ સિંઘ પણ ગદગદિત થઇ ગયા હતાં.

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

રણજીતસાગર જતા કોઝવે પર ફરી વળ્યા રંગમતીના પાણી

રંગમતી ડેમ માથી પાણી છોડાતા નદીમાં આવ્યુ પુર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

ખબર ગુજરાત હેડલાઇન્સ 06-08-2020

ખબર ગુજરાત હેડલાઇન્સ 06-08-2020

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

ટ્રેન્ડીંગ