Connect with us

રાષ્ટ્રીય

ભારત-ચીન વચ્ચે ઘર્ષણ થવાનું ખરું કારણ શું ?!

પૂર્વ સેનાધ્યક્ષએ શોધી કાઢ્યું કારણ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારત-ચીન-સેના-ગલવાન અને પેંગોગ, આ પાંચ શબ્દો છેલ્લા કેટલાક દિવસોથી ચલણમાં છે. પાનના ગલ્લાઓથી માંડીને શયનખંડ સુધી આ શબ્દોની ચર્ચા છે. ઘણા બધા પ્રકારની વાતો, ઘણા દાવાઓ, ઘણા આક્ષેપો, ઘણી પ્રતિક્રિયાઓ, ઘણી વાર્તાઓ, ઘણી અપ્રાસંગિક ચર્ચાઓ – બધુજ થઇ રહ્યું છે, આ વિષયો પર.

દરમ્યાન, ભારતના પૂર્વ સેનાધ્યક્ષ અને મોદી સરકારના મંત્રીએ આ આખા વિષય નું કારણ શોધી કાઢ્યું છે. તેઓએ શોધી કાઢ્યું છે, શા માટે ભારત-ચીન વચ્ચે ઘર્ષણ સર્જાયું ? એકમેકની ભૂમિ પર કબજો એવી કોઈ વાત જ શરૂઆતમાં ન હતી ! માત્ર એક ‘આગના છમકલા’ને કારણે ભારત-ચીનના સંબંધોમાં આગ લાગી, પ્રસરી એવો દાવો પૂર્વ સેનાધ્યક્ષ વી.કે.સિંહ દ્વારા કરવામાં આવ્યો છે. આ દાવાની સત્યતા હવે થશે.

 

વી.કે.સિંહ નો દાવો શું છે ? ને પ્રધાનમંત્રીએ પૂર્વીય લડાખની ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક ઘટના અંગે સિંહનો દાવો એવો છે કે, ચીનના સૈન્ય માટેના એક તંબુમાં અચાનક આગ લાગેલી. આ આગનું રહસ્ય આજની તારીખે રહસ્ય છે. આ આગ પછી, મારામારી થઇ જેમાં ભારત ના 20 જવાનો શહીદ થયા. સામાપક્ષે ચીનના 43 જવાનો માર્યા ગયા એવા અહેવાલો પ્રગટ થયા. અને, હાલમાં પણ ભારત-ચીન વચ્ચે તણાવ યથાવત છે. તણાવ ઘટાડવા બંને દેશો વાતચીત કરી રહ્યા છે. બીજી બાજુ ગલવાન ઘાટી – પેંગોગ સરોવર આસપાસ ચાઇનીસ સૈન્ય, વાહનો, બાંધકામ મોજુદ છે એવી સેટેલાઈટ ઈમેજીસ પણ દેશભરમાં વાયરલ થઇ રહી છે.

જોકે, આ મુદ્દે વી.કે.સિંહે એમ કહ્યું છે કે, કઈ ચીજને કારણે ચાઇનીસ તંબુમાં આગ લાગી ? તે પ્રશ્ન નો જવાબ હાલ આપવો મુશ્કેલ છે.

વી.કે.સિંહ વધુ માં જણાવે છે, આ સ્થળે 1962 ણી સાલ થી ભારત પાસે પેટ્રોલિંગ પોઈન્ટ નંબર 14 છે. જ્યાં ભારતે સડક બનાવી છે. આ સડક ચીનના સૈનિકોને દેખાઈ નહિ, ચાઇનીસ સૈનિકો ભારતીય ભૂમિમાં ઘુસી આવ્યા અને ત્યાં તંબુ બનાવ્યા. આ પૈકી એક તંબુમાં આગ લાગેલી.

અત્રે એક મહત્વનો સવાલ એ પણ પુછાઈ રહ્યો છે કે, ચાઇનીસ સૈનિકોએ આપના ક્ષેત્રમ તંબુઓ બનાવી લીધા તે બાબત ભારતીય પેટ્રોલિંગ ટુકડીથી અજાણ શા માટે રહી ?!

રાષ્ટ્રીય

રોકાણ તથા નાણાંકીય સલાહકારો માટે નિયમોમાં મોટાં ફેરફારો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં શેરબજારોને નિયંત્રિત કરતી સંસ્થા સેબીએ ગ્રાહકોને શેરબજારને લગતી સલાહ અને ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ આપતી કંપનીઓ પર નિયંત્રણો લાદયા છે. દેશભરમાં ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝ આપતી કંપનીઓ મોટી સંખ્યામાં છે. આ પૈકી જે કંપનીઓ સેબીમાં રજીસ્ટર્ડ થયેલી છે, તે કંપનીઓ પર આ નિયંત્રણો લાગૂ પડશે.

સેબીએ ગઈકાલે ત્રીજી જૂલાઈએ આ માટેનું નોટિફિકેશન બહાર પાડયું છે. આ અગાઉ 2020 ના જાન્યુઆરીમાં કેપિટલ માર્કેટ રેગ્યુલેટર દ્વારા જે ડિસકશન પેપર જાહેર કરવામાં આવેલું તેમાં આ પ્રકારના ફેરફારોનો પ્રસ્તાવ હતો. સેબીએ ગ્રાહકોના પ્રકારો પાડયા છે. આ ઉપરાંત નેટવર્થ અને અનુભવ તેમજ ક્વોલિફિકેશન અંગે પણ નવા નિયંત્રણો મૂકયા છે. આ સાથે કોર્પોરેટાઈઝેશન માટે પણ સેબીએ કેટલીક બાબતો ફરજિયાત બનાવી છે. જો કે, કવોન્ટમ અને રજીસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની ફી જેવા ઈસ્યૂ અંગે સેબીએ હાલ કોઇ ફેરફાર કર્યા નથી. જે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝ કંપનીઓ નોંધાયેલી નહીં હોય તેઓ પોતાને વેલ્થ એડવાઈઝર કે સ્વતંત્ર ફાયનાન્શિયલ એડવાઈઝર ગણાવી શકશે નહીં.

કલાયન્ટ લેવલ સેગ્રેગેશનની વાત કરીએ તો કોઇપણ એડવાઈઝર કોઇ એક ગ્રાહકને પેઈડ ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ અને એડવાઈઝ બન્ને ચીજો પ્રોવાઈડ કરી શકશે નહીં. કોર્પોેરેટ કક્ષાની એડવાઈઝ કંપનીઓને પણ આ નિયમ લાગૂ પડશે. કેટલાંક નિષ્ણાંતોએ એવી પ્રતિક્રિયા આપી છે કે, જે લોકો વ્યકિતગત રીતે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર તરીકે કામ કરે છે તેઓને આ નવા નિયમથી મુશ્કેલીઓ પડશે અથવા તેઓએ પેઈડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બંધ કરવી પડશે. આ ઉપરાંત સેબીએ ઈન્ડીવીઝ્યુઅલ એડવાઈઝર માટે નેટવર્થની રીકવાયરમેન્ટ એક લાખથી વધારીને પાંચ લાખ કરી છે અને આ પ્રકારની કોર્પોરેટ કંપનીઓ માટે આ રકમ 25 લાખથી વધારીને 50 લાખ કરી છે. આ ઉપરાંત જે વ્યક્તિગત એડવાઈઝર 150 કલાયન્ટ ધરાવતા હોય તેમણે પોતાના સ્ટેટસમાં ફેરફાર કરીને પોતાની કંપનીને કોર્પોરેટ એડવાઈઝર તરીકે ગણાવવાની રહેશે. આ ઉપરાંત શૈક્ષણિક કવોલિફિકેશનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ વિગતો સેબીની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

મોદીની ચાલને સમજવામાં થાપ ખાઇ ગયું ચાલાક ચીન !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

2014 થી 2020- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ એક આખું સર્કલ પૂર્ણ કરી લીધું છે. 2014માં પ્રધાનમંત્રી જાપાનની મુલાકાતે ગયાં હતાં. 2014માં તેઓએ કરેલું ભાષણ આજે 2020માં ઘણાં લોકોને યાદ આવી રહ્યું છે.

2014ની પહેલી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પાટનગર ટોકીયોમાં હતાં. ટોકીયોમાં તેઓની પ્રધાનમંત્રી તરીકે દ્રિપક્ષીય સંબંધો મજબુત બનાવવાની જાપાનની તેઓની પ્રથમ મુલાકાત હતી.

પ્રધાનમંત્રી એ 2014માં ત્યારે જે ભાષણ આપેલું તેના અમુક અંશો અત્રે હિન્દી ભાષાંતરમાં પ્રસ્તુત છે. મોદી બોલ્યા હતાં : કિસી દેશ મેં એન્ક્રોચમેન્ટ કરના, કહીં સમુંદરમે ધુસ જાના, કભી કિસી દેશકે અંદર જાકર કબ્જા કરના… ઇન ચીઝોકી પ્રવૃતિ ચલ રહી હે…

આટલું બોલ્યા પછી પ્રધાનમંત્રી બોલ્યા હતા કે, 21મી સદીમાં વિસ્તારવાદથી માણસજાતને કોઇ ફાયદો થવાનો નથી. વિકાસ આવશ્યક છે. અને હું માનું છું કે 21મી સદીમાં જો એશિયા દુનિયાને નેતૃત્વ પુરૂ પાડશે તો ભારત અને જાપાન વિકાસના માર્ગને સાથે રહી ને પ્રશસ્ત કરશે.

વિસ્તારવાદ વિરોધ વિકાસ- પ્રધાનમંત્રીની મુખ્ય થીમ છે. તેઓએ લડાખમાં પણ જણાવ્યું હતું કે, વિસ્તારવાદનો સમય પુરો થયો છે. વિકાસ ભવિષ્ય માટેનું એન્જીન છે. 2014માં ટોકીયો ખાતે પણ તેઓએ આ વાત કરી હતી. ટોકીયોમાં તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયા વિસ્તારવાદ અને વિકાસવાદની વચ્ચે વહેચાયેલી છે. જોકે, વિકાસવાદ આગળ ચાલી રહ્યો છે. વિશ્ર્વ વિસ્તારવાદને વિસ્તારે છે કે વિકાસવાદને પકડે છે તે આપણે નકકી કરવું પડશે. જે લોકો શાંતીને પસંદ કરે છે. તેઓ વિકાસમાં માને છે. તેઓ પ્રોગ્રેસમાં માને છે.

અત્રે નોંધનીય છે કે, 2019ના ઓકટોબરમાં પ્રધાનમંત્રી મોદીએ ચીનના બોસ જિંગપીંગને મહાબલીપુરમ ખાતે આવકાર્યા ત્યારે પ્રધાનમંત્રીએ કહેલું હતું કે, ઇન્ફોર્મલ સમીત ભારત અને ચાઇના વચ્ચેના સંબંધને મજબુત બનાવશે. રાજનીતિ અને વિદેશનીતિમાં ચીનને ચતુર માનવામાં આવે છે. પરંતુ લડાખ ધટના જોયા પછી એવું સમજાય છે કે, 2014માં જાપાનના ટોકીયો ખાતે પ્રધાનમંત્રીએ જે ભાષણ આપ્યું હતું તે ભાષણ સમજવામાં ચીન થાપ ખાઇ ગયું. આ ભાષણનો અર્થ ચીનને હવે સમજાય રહ્યો હશે. શુક્રવારની લેહ-લડાખની પ્રધાનમંત્રીની મુલાકાત પછી તો ચીન 100% મોદીને સમજી ચુકયું હશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

ગેંગસ્ટર વિકાસ દુબેનું મકાન પોલીસે તોડી પાડ્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઉતરપ્રદેશમાં કાનપુરમાં આઠ પોલીસ અધિકારીઓ અને જવાનોની હત્યા કરનાર કુખ્યાત વિકાસ દુબેનું મકાન આજે ઉતરપ્રદેશ પોલીસે તોડી પાડ્યું હતું.

હત્યાકાંડ બાદ ફરાર થઇ ગયેલા આ ગેંગસ્ટરના મકાન પર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ