Connect with us

મનોરંજન

ખોટી સલાહ આપનારનું અંતે શું થયું ?!

અંગ્રેજી મુવી ‘મની મોન્સ્ટર’ જોવાની મજા આવશે..

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સામાન્ય રીતે કોઇપણ બિઝનેસ અથવા અન્ય વિષયો અંગે સલાહ આપનારાઓ પુષ્કળ હોય છે. ઘણાં લોકો કોમર્શિયલ ધોરણે સલાહો આપતા હોય છે અને સલાહોના બદલામાં સારી એવી કમાણી કરતાં હોય છે. બધી જ સલાહો, સલાહ લેનારના હિતમાં હોય એવું જરૂરી નથી હોતું. ઘણી વખત સલાહ આપનાર કોઇ અન્ય પરિબળ કે કારણને વશ થઇ ને પણ સલાહ આપતા હોય છે આ પ્રકારની સલાહ ઘણાં લોકોને મોંઘી પડતી હોય છે.

ખાસ કરીને નાણાંકીય ક્ષેત્રમાં આ પ્રકારની ભેળસેળ જોવા મળતી હોય છે.જેમાંકોઇ પ્રકારના ષડ્યંત્રો પણ રચાઇ શકે છે.આ પ્રકારની એક અંગ્રેજી ફિલ્મ પણ કેટલાંક દર્શકોએ જોઇ હશે.

આ ફિલ્મનું નામ મની મોન્સ્ટર. આ ફિલ્મમાં એક ગજબનાક વાર્તાને વણી લેવામાં આવી છે. વાર્તામાં એક ટીવી શોની વાત છે. આ ટીવી શોમાં એન્કર અને નિષ્ણાંતો રોકાણકારોને ચોકકસ પ્રકારની સલાહો અને પ્રશ્ર્નોના જવાબો આપતાં હોય છે. આ પ્રકારની એક સલાહના આધારે હજારો લોકોએ એક કંપનીમાં નાણાં રોકયા. બાદમાં રાતોરાત આ કંપનીમાં લોકોએ 800 મિલિયન ડોલર ગુમાવી દીધાં.

આ ફિલ્મના હિરોએ પણ આ વાર્તામાં આ સલાહના આધારે પોતાની 60,000 ડોલરની મુડી ગુમાવી હતી. આ વ્યકિતએ વિચાર્યુ કે મારા જેવાં ઘણાં લોકોએ આમા નાણાં ગુમાવ્યા હશે. આ ષડ્યંત્રનો બદલો લેવો જોઇએ. બાદમાં આ વ્યકિત સલાહ આપનાર પેલાં ટીવી શોમાં જાય છે અને ટીવી શોના એન્કરને ટાઇમ બોમ્બ પહેરાવી દે છે. બોમ્બ ફૂટે છે અને એન્કર ના શરીરના ફૂરચેફૂરચા ઉડી જાય છે.

આ ઘટના પછી આ લે ભાગું કંપનીનો માલીક ગાયબ થઇ જાય છે. માલીકને શોધવાની પ્રક્રિયામાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોય છે. બાદમાં આ હિરો તે કંપનીના માલીક સુધી કઇ રીતે પહોંચે છે ? અને આ પ્રકારના ટીવી શોના કારણે લોકો પર શું અસરો જન્મે છે? અને ફિલ્મના અંતમાં હિરો સાથે શું બને છે? આ બધા પ્રશ્ર્નોના જાણવા આ ફિલ્મ જોવી ગમશે.

આ મુવીની વાર્તા ભલે કાલ્પનિક હોય પણ અનેક લોકોના જીવન આ શેરબજારના કારણે બરબાદ થઇ જતા હોય છે અને આવા જે ટીવી શોમાં જાણે પોતે નિષ્ણાંત હોય તે રીતે લોકોને રોકાણની સલાહ આપનારા લોકો છે તેના કારણે પણ ઘણાના જીવનમાં બરબાદી આવે છે. જો કે દરેક વ્યકિતએ પણ એ સમજવાની જરૂર છે કે કોની સલાહ માનવી અને કયો નિર્ણય લેવો. પણ સમાજમાં લોકો બહુ જલ્દી ગાડરિયા પ્રવાહ તરફ વહેવા લાગે છે. તેથી જ આવી ઘટનાઓ ઘટતી રહે છે. બધા જ પાત્રોનો ઉત્તમ અભિનય અને કહાનીનો અંત જાણવા માટે થઇને આ મુવી એકવાર જરૂરથી જોવું જોઇએ.

મનોરંજન

મિર્ઝાપુર ગેરકાયદે શસ્ત્રોનું હબ છે ?!

ઉતરપ્રદેશના કૌશંબીના ભાજપાના સાંસદ ના પાડે છે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

થોડા મહિનાઓ પહેલાં દેશના મોટાંભાગના યુવાનો અને ફિલમરસિયાઓએ વેબસિરિઝ મિર્ઝાપુરને જોરદાર વેલકમ આપ્યું હતું. કરોડો લોકોને આ વેબસિરિઝ ખૂબ જ ગમી હતી. આ સિરિઝમાં મિર્ઝાપુરને ગેરકાયદે શસ્ત્રોનું હબ દેખાડવામાં આવ્યું હતું. આ સિરિઝનો વિવાદ ઘણો આગળ વધ્યો છે. સુપ્રિમ કોર્ટે આ સિરિઝના વિવાદ સંદર્ભે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન તથા કેન્દ્ર સરકારને નોટીસ આપી છે.

ઉતરપ્રદેશના કૌશંબીના ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ભાજપાના સેક્રેટરી વિનોદ સોનકરે મિર્ઝાપુરના નિર્માતાઓ પર કામ ચલાવવા માંગણી કરી હતી. સોનકરે વેબસિરિઝ તાંડવ સંદર્ભે રાજય સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંને આવકાર્યા છે અને સાથે જણાવ્યું છે કે, મિર્ઝાપુરના નિર્માતાઓ વિરૂધ્ધ પણ પગલાંઓ લેવાં જોઇએ.

સોનકરે પત્રકારોને જણાવ્યું છે કે, મિર્ઝાપુર વેબસિરિઝના નિર્માતા એમેઝોન પ્રાઇમ વિડીયો વિરૂધ્ધ પગલાં લેવા જોઇએ. કારણ કે, આ સિરિઝે મિર્ઝાપુરની પ્રતિષ્ઠાને નુકશાન કર્યુ છે અને લોકોની ભાવનાને દુભાવી છે. સોનકરે એમ પણ કહ્યું છે કે, મિર્ઝાપુર પોતાના કાર્પેટ બિઝનેસ માટે ફેમશ છે. માં વિંધ્યાવાસીની શકિતપીઠનું મથક છે. સિરિઝે આ સમગ્ર જિલ્લાની છબીને બગાડી છે.

વધુ વાંચો

મનોરંજન

કરિશ્મા તન્ના સની લિયોની સાથે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ટીવી અને ફિલ્મી પરદાની અભિનેત્રી કરિશ્મા તન્ના ઇન્ડસ્ટ્રીમાં પોતાની બોલ્ડ ઇમેજને કારણે સતત ચર્ચામાં રહે છે. સોશિયલ મિડીયા પર પણ તે ખુબ સક્રિય રહે છે. કરિશ્મા સમયાંતરે અહિ પોતાની ખુબસુરત અને હોટ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેના ફોટોશુટની વધુ કેટલીક હોટ-હોટ તસ્વીરો સામે આવી હતી. સોશિયલ મિડીયા પર તે ખુબ વાયરલ થઇ હતી. તસ્વીરમાં તે માત્ર મરૂન રંગનો શર્ટ પહેરેલી દેખાય છે. ખુલ્લા વાળ તેના અંદાજને વધુ આકર્ષક બનાવે છે. કરિશ્માનું નામ અગાઉ અભિનેતા ઉપેન પટેલ સાથે જોડાયું હતું. પણ બે વર્ષ પછી બ્રેકઅપ થઇ ગયું હતું. કરિશ્મા તાજેતરમાં મ્યુઝિક વિડીયો, ફિલ્મ સૂરજ પર મંગલ ભારીમાં જોવા મળી હતી. ડિજીટલ પ્લેટફોર્મ પર તેની એકશન-થ્રિલર વેબ સિરીઝ બૂલેટ રિલીઝ થઇ છે. જેમાં સની લિયોન પણ તેની સાથે છે. બંનેએ આ સિરીઝમાં શાનદાર કામ કર્યું છે.

વધુ વાંચો

મનોરંજન

આયેશા ઝૂલ્કા પાછી આવે છે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

નેવુંના દસકમાં અજય દેવગણ, આમિરખાન, અક્ષય કુમાર સહિતના સ્ટાર સાથે સુપરહિટ ફિલ્મો આપનારી અભિનેત્રી આયેશા ઝુલ્કા હવે ફરીથી અભિનય શરૂ કરવા તૈયાર છે. જો જીતા વહી સિકંદર, વકત હમારા હૈ, ખિલાડી, રંગ, સંગ્રામ સહિતની ફિલ્મો થકી ઓળખ ઉભી કરનાર આયેશાએ જો કે એક દસકો પુરો થતાં જ ફિલ્મી પરદે દેખાતી ઓછી થઇ ગઇ હતી. આયેશા કહે છે 2003માં સમીર વાશી સાથે લગ્ન કર્યા પછી બોલીવૂડને અલવીદા કહી દેવું જ યોગ્ય હતું. હવે હું ફરીથી ટીવી પરદે, ઓટીટી અને ફિલ્મોમાં કામ કરવા તૈયાર છું. કેટલીક સ્ક્રિપ્ટ પણ વાંચી રહી છું. મેં નાની ઉમરે જ કામ શરૂ કરી દીધું હતું. મેરેજ પછી નોર્મલ લાઇફ જીવવા ઇચ્છતી હતી. બાળકો હું ઇચ્છતી જ નથી. બીજા કામ અને સામાજીક કાર્યો હું સતત કરતી રહુ છું. એંસીના દસકમાં મેં બ્યુટી કોન્ટેસ્ટ જીતી હતી. એ પછી તસ્વીરો ગૌતમે ઇન્ડસ્ટ્રીમાં મોકલી હતી. મને સલમાન સાથે પહેલી જ ફિલ્મ કુરબાન ઓફર થઇ હતી. પણ ત્યારે ખબર ન હોતી કે આ સફર લાંબી ચાલશે. તારીખોને કારણે રોઝા જેવી ફિલ્મ છોડી દેવાનો આજે પણ અફસોસ છે. પ્રેમ કૈદીમાં બિકીની ન પહેરવી હોવાથી મેં એ ફિલ્મ કરી નહોતી.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ