વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ક્રિકેટ ટીમ...

દક્ષિણ આફ્રિકાને ફાઈનલમાં હરાવીને 52 વર્ષના મહિલા વનડે વર્લ્ડકપના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય ટીમ ટ્રોફી જીતી 

ભારતીય ટીમે 299 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો જ્યારે દક્ષિણ આફ્રિકા 45.3 ઓવરમાં જ  246 રનમાં ઓલઆઉટ થયું હતું 

બોલિંગ સ્ટાર દિપ્તી શર્માએ પાંચ વિકેટ લીધી અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.

કોચ અમોલ મજુમદારે ટીમને અહીં સુધી પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો માટે જ જીત બાદ કેપ્ટન પણ તેના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

શૈફાલી વર્મા પ્લેયર ઓફ ધ મેચ અને દિપ્તી શર્મા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર

મિતાલી રાજ તથા ઝુલન ગોસ્વામી પૂર્વ દિગ્ગજ મહિલા ક્રિકેટર પણ હાજર હોય જીત બાદ ભાવુક થતા અભિનંદન પાઠવ્યા 

રોહિત શર્મા, સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીઓ ટીમ નું મનોબળ વધારવા મેચમાં છેક સુધી હાજર

રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રીએ પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને શુભેરછા પાઠવી હતી

કેપ્ટન હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો દરેક ભારતીયો માટે ગૌરવની ક્ષણ.