આ બોલીવૂડ કપલ્સમાંથી તમારું ફેવરીટ કોણ છે...??

બોલીવુડના આ સૌથી સુંદર સેલિબ્રિટી કપલ્સ કે જેઓ લોકોના દિલ જીતી લીધા છે અને લગભગ બધાના ફેવરીટ છે.

રણબીર કપુર અને આલિયા ભટ્ટના લગ્ન 14 એપ્રિલ 2022 ના મુંબઇ ખાતે થયા હતાં અને 6 નવેમ્બર 2022 ના આલિયાએ રાહને જન્મ આપ્યો હતો. 

વિકી અને કેટરિનાના લગ્ન 9 ડિસેમ્બર 2021 ના રોજ થયા હતાં તે બોલિવૂડનું સૌથી પ્રિય અને લોકપ્રિય કપલ છે.

સૈફ અલી ખાન અને કરીના એ 2012 માં લગ્ન કર્યા હતાં અને હાલ બે બાળકો તૈમુર અને જહાંગીર અલી ખાનના માતા-પિતા છે.

રણબીરસિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન 2018 માં થયા હતાં અને  2024 માં પુત્રી દુઆનું આગમન થયું હતું

સિધ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન 7 ફેબ્રુઆરી 2023 ના થયા હતા. જ્યારે થોડા સમયમાં નવું મહેમાન પણ આગમનની તૈયારીમાં છે.

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાના લગ્ન 3 ફેબ્રુઆરી 2012 ના રોજ લગ્ન કર્યા હતાં અને બે બાળકો રિયાન અને રાહિલ તેમના જીવનમાં છે. 

અમિતાભ બચ્ચન અને જયાના લગ્ન 3 જૂન 1973 ના થયા હતાં અને પરિવારમાં પુત્રી શ્વેતા અને પુત્ર અભિષેક છે. 

અજય દેવગણ અને કાજોલના લગ્ન 24 ફેબ્રુઆરી 1999 ના રોજ થયા હતાં જ્યારે તેમની  પુત્રી નું નામ ન્યાસા અને તેમના પુત્ર નું નામ  યુગ છે.