ટિવટર માર્ચ 2006 માં જેક ડોર્સી, નોહ ગ્લાસ, બિઝ સ્ટોન અને ઈવાન વિલિયમ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઓકટોબર-2022 માં એલોન મસ્ક દ્વારા ટિવટરના સંપાદન પછી માર્ચ 2023 માં ટિવટર X તરીકે ઓળખાયું.
વોટસએપની સ્થાપના ફેબ્રુઆરી-2009 Yahoo ના ભૂતપૂર્વ કર્મચારીઓ બ્રાયન એકટન અને જાન કુમ દ્વારા કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2014 માં ફેસબુકે તેને હસ્તગત કર્યુ હતું
યુ-ટયુબની સ્થાપના 14 ફેબ્રુઆરી 2005 ના રોજ સ્ટીવ ચેન.યાડ હર્લી અને જાવેદ કરીમ દ્વારા કરવામાં આવી હતી. નવેમ્બર 2006 માં ગુગલ દ્વારા યુટયુબને ખરીદી લેવામાં આવ્યું હતું.