વિડીયો કોલ ફ્રોડ થી બચવા શું કરવું ?? જાણો...

ફ્રોડ કરનાર તમને સોશિયલ મીડિયા પર સુંદર યુવતીના ફોટાવાળી પ્રોફાઈલથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલે છે

રીકવેસ્ટ સ્વીકાર્યા બાદ તે ઈમોશનલ મેસેજ દ્વારા વોટસઅપ નંબર મેળવે છે વીડિયો કોલમાં અભદ્ર ક્રિયાઓ કરવા કહે છે સ્ક્રીન રેકોર્ડ કરી તમને બ્લેકમેઇલ કરે છે

જો પૈસા ન આપો તો વીડિયો યુ-ટયુબ પર વાઈરલ કરશે તેવી ધમકી આપે છે

તો આવા ફ્રોડથી બચવાની ટિપ્સ જાણીએ

અજાણ્યા પ્રોફાઇલમાંથી આવેલી ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારશો નહીં

કોઇપણ વ્યક્તિ સાથે અભદ્ર ભાષામાં વાતચીત ન કરશો

તમારી વ્યક્તિગત વિગતો અથવા ફોટા પબ્લિક ડોમેનમાં શેર કરવાનું ટાળો

બ્લેક મેઇલ કરે તો તરત જ પોલીસની મદદ લો અને કોઇપણ સંજોગોમાં નાણા ન આપો

તમારી ઓનલાઈન પ્રોફાઈલને અન્ય માહિતીને ખાનગી રાખો