શેર ટ્રેડિંગ ફ્રોડ શું છે? તેનાથી બચવાની ટિપ્સ જાણો...

શેર માર્કેટમાં રોકાણ કરવાથી ઓછા સમયમાં વધારે નફો મળવાની લાલચ આપવી

ભોગ બનનારને ફેક ટ્રેડિંગ એકાઉન્ટ બનાવી ખોટો નફો બતાવે છે અને વધુ રકમના રોકાણ માટે લલચાવે છે

કોમ્યુનિકેશન ફોન કે વોટ્સએપ દ્વારા જ થાય છે જે રકમ મળતા જ બંધ કરી દે છે

તો આવા ફ્રોડથી બચવાની ટિપ્સ જાણીએ

જો કોઈ અજાણી વ્યક્તિ કે સંસ્થા દ્વારા શેર ટ્રેડિંગના મેસેજ મળે તો પ્રતિભાવ ન આપો

નાની રકમથી મળેલો નફો જોઈને વિશ્વાસમાં આવી મોટું રોકાણ ન કરો

સતાવાર અને માન્ય એપ્લિકેશન પર જ ટ્રેડિંગ કરો

ટ્રેડિંગ સંબંધિત મેસેજ કે કોલ આવે તો સતાવાર સ્ત્રોત સાથે તેની સત્યતા તપાસો

તમારી વ્યક્તિગત અને આર્થિક વિગતો અજાણ્યા સ્ત્રોતો સાથે ક્યારેય શેર ન કરો